તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રિલ:​​​​​​​વલસાડની લોટ્સ હોસ્પિટલમાં આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની સારી કામગીરી દેખાઈ

​​​​​​​વલસાડ2 મહિનો પહેલા
હોસ્પિટલમાં આગ લાગી હોવાની મોકડ્રિલમાં તમામ વિભાગોની સરાહનિય કામગીરી દેખાઈ હતી. - Divya Bhaskar
હોસ્પિટલમાં આગ લાગી હોવાની મોકડ્રિલમાં તમામ વિભાગોની સરાહનિય કામગીરી દેખાઈ હતી.
  • આગ લાગવાના બનાવો વધતાં હોસ્પિટલમાં મોકડ્રિલ કરવામાં આવ્યું

રાજ્યની હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાના પગલે તંત્ર સજાગ થઈ રહ્યું છે. વલસાડની લોટસ હોસ્પિટલમાં આગની મોકડ્રિલ કરવામાં આવી હોય છે. જેમાં આગની દુર્ઘટનાનો કોલ મળતાં જ હોસ્પિટલ તંત્ર સજાગ થઈ જાય છે. તાત્કાલિક દર્દીઓથી લઈને તમામને હોસ્પિટલમાંથી અન્ય સ્થળે ખસેડવાના કામ કરાય છે. સાથે જ વલસાડ ફાયરબ્રિગેડને જાણ કરાઈ હોવાથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને કામ કરવામાં આવે છે. ફાયરબ્રિગેડ દ્વારા સરાહનિય કામગીરી કરવામાં આવી રહી છે. મોકડ્રિલમાં પાલિકાના ઈજનેર, ફાયરબ્રિગેડ, ડોક્ટર સહિતના સ્ટાફે કામગીરી કરી હોય છે.

મોકડ્રિલ દરમિયાન હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં.
મોકડ્રિલ દરમિયાન હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં.

તંત્ર સફાળું જાગ્યુ
લોટસ હોસ્પિટલમાં મોકડ્રિલ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા પાલિકા સહિતના હોસ્પિટલ તેમજ અન્ય કર્મચારીઓ આવી ઘટનાને પહોંચી વળવા માટે કેટલા સક્ષમ છે. તે માટે ચકાસણી કરવામાં આવી હતી. હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના દિન પ્રતિદિન વધુ બની રહી હોવાને લીધે સરકારી તંત્ર પણ સફાળે જાગ્યું છે.

હોસ્પિટલમાં આગ લાગ્યાની મોકડ્રિલમાં તમામ સ્ટાફ અને ફાયરબ્રિગેડની કામગીરી સરાહનિય જોવા મળી હતી.
હોસ્પિટલમાં આગ લાગ્યાની મોકડ્રિલમાં તમામ સ્ટાફ અને ફાયરબ્રિગેડની કામગીરી સરાહનિય જોવા મળી હતી.

અધિકારીઓ હરકતમાં આવી ગયા
આવી દુર્ઘટનાને પહોંચી વળવા માટે તૈયારીઓના ભાગ રૂપે આજે વલસાડની લોટસ હાઉસ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલ તેમજ વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની સારી કામગીરી જોવા મળી હતી.આ મોકડ્રિલ દરમિયાન પાલિકાના ઇજનેર, ફાયર બ્રિગેડના કર્મચારીઓ હોસ્પિટલના ડોકટર તેમજ સ્ટાફ સહિતના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવી ગયા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો