મોટી જાનહાનિ ટળી:વલસાડની વાપી GIDCમાં આવેલી એરોકેમ કંપનીમાં લાગેલી આગ કાબૂમાં આવી, આગ લાગવાનું કારણ અકબંધ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપની બંધ હોવાથી જાનહાનિ ટળી

વલસાડની વાપી GIDCમાં આવેલી એરોકેમ કંપનીમાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીના કેમિકલ પ્લાન્ટમાં લાગેલી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રાત્રિના સમયે બે-ત્રણ કિલોમીટર દૂરથી પણ આગ જોઈ શકાતી હતી. રાત્રિના સમયે કંપની બંધ હોવાથી જાનહાનિ ટળી હતી. ફાયરબ્રિગેડે સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

વલસાડની વાપી GIDC ફેઝ-2માં આવેલી એરોકેમ કંપની કેમિકલ પાવડરનું રો મટિરિયલ્સ બનાવે છે. કંપનીના કેમિકલ પ્લાન્ટમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ બની હતી કે બે ત્રણ કિલોમીટર દૂરથી પણ આગની જ્વાળાઓ જોઈ શકાતી હતી.

ઘટનાની જાણ થતા વાપી ફાયરબ્રિગેડના ચારથી પાંચ ફાયર ફાઈટર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને વિકરાળ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. સદનસીબે રાત્રિના સમયે કંપની બંધ હોવાથી જાનહાનિ થતા અટકી હતી.

અન્ય સમાચારો પણ છે...