મતગણતરી:વલસાડ જિલ્લાની 300 ગ્રામ પંચાયતના 6015 ઉમેદવારોના ભાવિનો મંગળવારે ફેંસલો થશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે 9 વાગ્યાથી તાલુકા મથકોએ મતગણતરી હાથ ધરાશે
  • સ્ટ્રોંગરૂમ બહાર SRPનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો​​​​​​​

રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી તા.19ને રવિવારના રોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 79.49% મતદાન થયું છે. વલસાડ જિલ્લામાં યોજાયેલી ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યો મળી કુલ 6015 ઉમેદવારનું ભાવિ મતદાન પેટીમાં સીલ થયા છે. જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ હાશકારો લીધો છે. આવતીકાલે જીલ્લાના 6 તાલુકાના 6 સ્થળો પર મતગણતરી હાથ ધરવામાં આવશે.

વલસાડ જિલ્લામાં રવિવારે 300 ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડ સભ્યની બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ મતદારો પૈકી 2,84,686 પુરુષ મતદારો અને 2,68,625 સ્ત્રી મતદારો મળી કુલ 5,53,311 મતદારોએ મતદાન કર્યું હતું. તો આ સાથે જીલ્લામાં કુલ 79.49% મતદાન થયું હતું. મતદારોએ ઉત્સાહ અને જોમ સાથે મતદાન કર્યું હતું. તમામ મત પેટીઓને સીલ કરી જે તે તાલુકા મથકોએ સ્ટ્રોંગ રૂમ પર મૂકવામાં આવ્યા છે. જ્યાં SRPના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...