• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Family Asked For Two Days To Remove The Pressure, The System Refused, The Youth Sprinkled Petrol And Set Himself On Fire

આપઘાતનો પ્રયાસ:પરિવારે દબાણ દૂર કરવા બે દિવસ માગ્યા તંત્રએ ના પાડતા પેટ્રોલ છાંટી યુવક સળગ્યો

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલવાસના આમળીગામે ઘર તૂટવાના બીકે યુવકનો આત્મદહન કરી આપઘાતનો પ્રયાસ
  • આખા શરીરે 50 ટકાથી વધુ ગંભીર રીતે દાઝેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો

દાનહ પ્રશાસન દ્વારા સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવાના હાથ ધરેલા અભિયાન અંતર્ગત સેલવાસ મામલતદારની ટીમ આરડીસીની અધ્યક્ષતામાં પોલીસ પ્નીરોટેક્શન સાથે બુધવારે આમલી ગામે ટ્રાન્સપૉર્ટ નગર પહોંચી હતી. જ્યાં કેટલાક ઘરોનું ડિમોલિશન કર્યા બાદ સ્થાનિક જયંતિભાઈ બરફ ઉ.વ.45 ના ઘરનું પણ ડિમોલિશન કરવા જતા જયંતિભાઈ ઘરના છત પર પહોંચી ગયા હતા અને પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને માચીસ મારી દીધી હતી. શરીરે લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રશાસનની ટીમે પ્રયાસ કર્યો હતો.

પરંતુ ત્યાં સુધીમાં જયંતિભાઇ આશરે 50થી 60 ટકા દાઝી ગયા હોય તાત્કાલિક સારવાર અર્થે તેઓને સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રશાસનની કાર્યવાહી અને યુવકના આત્મહત્યાના પ્રયાસને કારણે પ્રદેશમાં ચકચાર મચી ગઇ હતી.

બાંહેધરી છતા પણ સ્વૈચ્છીક ડિમોલિશન ન કર્યું
જયંતીભાઈના જમાઈ જે એક વકીલ છે તેઓ અને પરિવારે લેખિતમાં બાંહેધરી આપી હતી કે, સ્વૈચ્છાએ ઘરને તોડી નાખીશું. પરંતુ ગુરુવારે સવારે જ્યારે પ્રશાસનની ટીમ ફરીવાર ત્યાં પહોંચી ત્યારે ઘર જેમનું તેમ જોવા મળતા મામલતદાર પરિવારના સભ્યોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ટીમ પર હથોડાથી હુમલો કરાયો
મામલતદાર ટી.એસ.શર્માના જણાવ્યું કે, પ્રશાસન દ્વારા ટ્રાન્સપૉર્ટ નગર માટે વર્ષ 2007માં જમીન સંપાદનની પ્રક્રિયા થઇ હતી. બધા પીડિતોને વળતરની રકમ કોર્ટમાં ત્યારે જ જમા કરાવેલ છે પરંતુ આ લોકોએ ત્યારે તેઓની નીકળતી રકમ લીધી ના હતી. જયારે જયંતિ બરફે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો તે સમયે એમના દીકરાએ અમારા સ્ટાફ પર હથોડા વડે હુમલો કર્યો હતો. જેથી સ્ટાફને પણ ઈજાઓ થઇ છે.

ડિમોલીશન વખતે ઘરમાં સર્ચ ન કરાયું
જે સમયે પ્રશાસનની ટીમ ઘરનું ડિમોલીશન કરવા પહોંચ્યું હતું ત્યારે એક જવાબદાર અધિકારી તરીકે મામલતદાર અને એમની ટીમે ઘરમાં સર્ચ કરવાની જરૂર હતી. જો સર્ચ કરેલ હોત તો કદાચ આ વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ થાત.

અન્ય સમાચારો પણ છે...