વલસાડના રોણવેલમાં અલગ અલગ જ્ઞાતિના પ્રેમીપંખીડાના પ્રેમ પ્રકરણમાં પ્રેંમિકાની ગળે ટૂપો દઇ હત્યા કરી નાનીસરોણ ગામે આરોપી પ્રેમીના આપઘાત કેસમાં પોલીસે મંગળવારે પરિવારજનોના નિવેદન લીધા હતા.પરિવારના સભ્યો અને આજૂબાજૂના અમુક લોકોના નિવેદનો લીધા હતા.
વલસાડ તાલુકાના રોણવેલમાં પીપળા ફળિયામાં રહેતી કુકણાં જ્ઞાતિની 19 વર્ષીય પાયલ પટેલ અને નાનીસરોણ ગામના તાઇ ફળિયામાં રહેતો 20 વર્ષીય સ્મિત ઉર્ફ ગુડ્ડુ કો.પટેલ વચ્ચે 2 વર્ષથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી થયેલી મિત્રતા પ્રેમમાં પલટાઇ હતી.બંન્નેએ લગ્ન કરવાના હોય પરિવારજનોને પણ જાણ હતી.પરંતું 22 મેના રોજ પાયલના માતા પિતા અને ભાઇ વલસાડ ખાતે એક પ્રસંગમાં જતા પાયલ ઘરમાં એકલી હતી ત્યારે પ્રેમી યુવક સ્મિત બાઇક લઇ તેણીના ઘરે આવ્યો જે આજુુબાજૂના લોકોએ જોયું હતું. પરંતું સ્મિતે પાયલનુ ગળુ દબાવી તેણીને મોતને ઘાટ ઉતારી બાઇક લઇને પોતાના ગામ નાનીસરોણ રાત્રે 8 વાગ્યે પહોંચી તળાવના કિનારે બાઇક,મોબાઇલ,ચપ્પલ મૂકી તળાવમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી.
આ કેસમાં પાયલના પિતાએ સ્મિત વિરૂદ્ધ ફરિયાદના આધારે મંગળવારે પોલીસે રોણવેલ જઇ મૃતક પાયલના માતા પિતા અને ભાઇના નિવેદન લીધાં હતા.આ સાથે આજૂબાજૂના ચાર પાંચ લોકોના પણ નિવેદન નોંધ્યા હતા,પરંતું તેમાં હત્યાનું કારણ શું હતું તેની કોઇ જાણકારી કોઇને પણ ન હોવાનું જણાયું હતું.આજૂબાજૂના લોકોના નિવેદનમાં પણ સ્મિત સાજે બાઇક લઇને પાયલના ઘરે આવ્યો હતો તેવું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.