• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Eve Of The Uttarayana Parva In Valsad Saw A Rush Of Kite Enthusiasts To Buy Kites, With Kite Enthusiasts Buying Choice Kites Late Into The Night.

પતંગોની ખરીદી:વલસાડમાં ઉત્તરાયણ પર્વની આગલી રાત્રિએ પતંગ રસિકોની પતંગ ખરીદી માટે ભીડ જોવા મળી, પતંગ રસિકોએ મોડી રાત સુધી પસંદગીના પતંગોની ખરીદી કરી

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ પર્વની.પતંગ રસિકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. ઉત્તરાયણ પર્વની આગલી રાત્રીએ શહેરના સ્ટેડિયમ રોડ ઉપર ભરાતાં પતંગ બજારમાં પતંગ રસિકોએ ઉત્સાહ પૂર્વક પતંગોની ખરીદી કરી હતી. શહેરનો સ્ટેડિયમ રોડ પતંગ અને દોરી ખરીદવા પતંગ રસિકોની ભીડ જોવા મળી હતી. પતંગ રસિકોએ પોતાની પસંદગીના પતંગો ખરીદને ઉત્તરાયણ પર્વને યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે. ઓછી હવામાં અને વધારે હવામાં પણ સરળતાથી પતંગ ઉડે તેવી પતંગ રસિકોની શોધ રહી હતી. શહેરમાં સ્ટેડિયમ રોડ ઉપર વર્ષોથી ભરાતા પતંગ બજારમાં મધ્ય રાત સુધીમાં પતંગ રસિકોની ભીડ જોવા મળી હતી. કોરોના મહામારીના 2 વર્ષ બાદ પતંગ રસિકો એક સાથે કોવિડ ના અંકુશો વગર ઉત્તરાયણ પર્વની મઝા માણશે. પતંગ રસિકોથી ધમધમતા સ્ટેડિયમ રોડને જોઈને પતંગનો વેપાર કરતા વેપારીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી

અન્ય સમાચારો પણ છે...