પાલિકાની બેદરકારી:વલસાડ નપાની ગટરનું ઢાંકણું ખુલ્લું રહેતા ચાલક પટકાયો

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટરની લાઇનનું ઢાંકણું નાખવા સામે પાલિકાની બેદરકારી

વલસાડ હાઇવે પર અબ્રામામાં ડ્રેનેજ ગટરનું ઢાંકણું રાખવાની બેદરકારીથી એક યુવક અકસ્માતે ગટરમાં ખાબકી જતાં સ્થાનિક લોકોમાં પાલિકા સામે રોષ ફેલાઇ ગયો હતો.વલસાડના અબ્રામા હાઇવેથી વોટર વર્કસ જતા રોડ ઉપર બાજૂમાથી પસાર થતી ગટરનું ઢાંકણું ખુલ્લું રાખી મુકવામાં આવ્યું હતું.

આ ઢાંકણું તૂટી જતા નવું નાંખવાનું પાલિકાને સૂઝ્યું ન હતુ.જેના કારણે સોમવારે અબ્રામાના રામનગરમાં રહેતો યુવક મુન્નાસિંગ બાઇક લઇને આ રોડ પરથી બપોરના સુમારે પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક સંતુલન ગુમાવી દેતા બાઇક સાથે ખુલ્લા ઢાંકણાવાળી ગટરમાં ખાબકી જતાં ગંભીર ઇજા પહોંચી હતી.જેને સ્થાનિક લોકોએ દોડી આવી ગટરમાંથી જેમતેમ બહાર કાઢી 108મા મદદથી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધો હતો.જો કે તેની બાઇક ખાડામાંથી બહાર કાઢવા ભારે જહેમત કરવી પડી હતી.

આ ગટરનું ઢાંકણું ખુલ્લું રહેવાથી વાહનચાલકોને અકસ્માતની ભીતિ સર્જાઇ રહી હોવા છતાં પાલિકા દ્વારા કોઇ ધ્યાન નહિ અપાતા સ્થાનિક લોકોમાં બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો. પાલિકા સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો.

અન્ય સમાચારો પણ છે...