તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાપી પેટ્રોલ પમ્પ ઉપર કાર રિવર્સ લેવા જતા કાર ચાલકે મહિલાને અડફેટે લીધી

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલકે હોસ્પિટલ બિલ ભરવાની ના પાડતા GIDC પોલીસ મથકે FIR નોંધાવી

વલસાડના વાપી ગુંજન પાસે આવેલા શાંતિ પેટ્રોલ પમ્પ પર ચાલકે કાર રિવર્સ લેવા જતા કારની પાછળ ઉભેલી મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને બંને પગમાં ઇજાઈ પહોંચી હતી. કાર ચાલકે હોસ્પિટલનો ખર્ચો આપવાની ના પાડતા વાપી GIDC પોલીસ મથકે FIR નોંધાવી હતી.

વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા ચંદ્રકાન્તભાઈ બારોટ તેમની પત્ની પ્રવિણાબેન સાથે તેમની મોપેટ ન. GJ-15-AP,/3805 લઈને 23 ઓગષ્ટના રોજ સાઢુભાઈની ખબર અંતર પૂછવા જઈ રહ્યા હતા. ગુંજન ચોકડી પાસે આવેલા શાંતિ પેટ્રોલ પમ્પ ઉપર પેટ્રોલ પુરાવવા ગયા હતા. જે દરમ્યાન એક કાર ન. GJ-15-AD-6285 પાછળ પ્રવિણાબેન ઉભા હતા. કારના ચાલકે કાર અચાનક રિવર્સ લીધી હતી. કારની પાછળ ઉભેલા પ્રવિણાબેનના બંને પગ કારના પાછળના ટાયરમાં આવી ગયા હતા.

પેટ્રોલ પમ્પ ઉપર સ્થાનિક લોકોએ નજીકની ખાનગી હોસ્પિટલમાં પ્રવિણાબેનને ખસેડયા હતા. કાર ચાલકે ત્યારે પ્રવીણાબેનની સારવારનો ખર્ચ આપવાની ખાતરી આપી હતી. હોસ્પિટલના તબીબે પ્રવીણાબેનને બંને પગે ઓપરેશન કરવા જણાવ્યું હતું. અને ઓપરેશનનો ખર્ચો 2 લાખ બતાવ્યો હતો. જેથી કારના ચાલકે ખર્ચો આપવાની ના પાડતા વાપી GIDC પોલીસ મથકે ચંદ્રકાન્તભાઈ બારોટે FIR નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...