તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કારના ડ્રાઇવરને ખેચ આવતા ટ્રક સાથે અથડાયો, TRBના જવાને કારનો કાચ તોડી ચાલકનો જીવ બચાવ્યો

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડના પાવરહાઉસ નજીક અકસ્માત સર્જાયો હતો

વલસાડ ગુંદલાવમાં એક કંપનીના સંચાલકની કારમાં ટાયર બદલવા વલસાડ આવી રહેલા કારના ડ્રાઇવરને છીપવાડ ગરનાળા પાસે અચાનક ખેચ આવતા સામેથી આવી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકે ટ્રકને પહેલા જ ઉભી રાખી દીધી હતી. નજીકમાં ફરજ બજાવતા TRBના જવાને ચલાકનો જીવ બચાવવા કારની સાઈડનો કાચ તોડી કાર ચાલકનો જીવ બચાવ્યો હતો.

TRB તથા GRD જવાનોએ ડ્રાઈવરને કાચ તોડી બહાર કાઢ્યો

વલસાડ ગુંદલાવની એક કંપનીના સંચાલકની કારમાં ટાયર બદલવા વલસાડ આવી રહ્યો હતો. પાવર હાઉસ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે એક ઈનોવા ચાલકને અચાનક ખેંચ આવી જતા રોંગ સાઇડ ઉપર આવી ટ્રક સાથે અથડાયો હતો. ઈનોવા કાર નંબર GJ-15-CJ-1683 નો ચાલક જય ગુંદલાવથી કાર લઈ પાવર હાઉસ તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન કાર ચાલકને અચાનક ખેંચ આવી જતા કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોગ સાઇટ પર જઈ સામેથી આવતા ટ્રક સાથે અડથડાઈ હતી. અકસ્માત થતા ત્યાં હાજર TRB જવાન તથા GRD જવાનો પહોંચી કારમાં ખેચ આવી ગયેલા ડ્રાઈવરને કાચ તોડી બહાર કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...