કામોમાં વિલંબ:દિવાળી ટાંકણે વલસાડ અને ઉમરગામના સીઓની બદલી, વિકાસના કામો અટવાશે

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મીઓના પ્રશ્નો, ડ્રેનેજ, રસ્તાઓ, વોટર વર્કસના કામોમાં વિલંબની શક્યતા

રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા દિવાળીના તહેવાર ટાંકણે જ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલીમાં વલસાડ અને ઉમરગામ પાલિકાના સીઓની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.વલસાડમાં તાજેતરમાં જ ડ્રેનેજ,વોટર વર્કસ,રસ્તાઓ,ડ્રેનેજ પમ્પિંગ સહિતના કામોના આયોજન અને તેને અમલમાં મૂકવા આવે તે પહેલાં જ સીઓની બદલીના પગલે કામોમાં વિલંબ ઉભો થવાની શક્યતા જોવાઇ રહી છે. શહેરી વિકાસ વિભાગે વલસાડ પાલિકાના સીઓ જે.યુ.વસાવાની નવસારી નજીક વિજલપુર નગરપાલિકામાં બદલી કરી છે.

જ્યારે ઉમરગામ પાલિકાના સીઓ વિપુલ પરમારની થરા નગરપાલિકા ખાતે બદલીનો આદેશ કર્યો છે.વલસાડ નગરપાલિકાના સીઓ તરીકે અંકલેશ્વર પાલિકાના સીઓ કેશવ કોલડિયાને મૂકવામાં આવ્યા છે જ્યારે ઉમરગામ નગરપાલિકામાં વડનગર પાલિકાના સીઓ ચંદ્રકાન્ત દેસાઇની નિમણૂંક કરવામાં આવી છે.રાજ્યના 33 ચીફ ઓફિસરોની બદલીમાં વલસાડ જિલ્લામાં વલસાડ અને ઉમરગામ પાલિકાના સીઓની અન્યત્ર બદલી થઇ છે.

જો કે વલસાડ શહેરમાં ઇન્ફ્રાસ્ટકચર સહિત પ્રાથમિક સુવિધા અને વિકાસના કામોને ધ્યાને લેતાં પાલિકામાં ચીફ ઓફિસર જે.યુ.વસાવા અને શાસકો દ્વારા અગાઉના અમૃતમ યોજના સહિતના કામો અને હાલે તે કામોને અનુલક્ષી શહેરના વિકાસના મહત્વપૂર્ણ કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને શહેરીજનોની સુવિધાના ખુબ મહત્વના કામોનું આયોજન તેના અમલીકરણની તૈયારીઓ થઇ રહી છે તેવા સંજોગોમાં જ વલસાડ પાલિકામાં ફરજ બજાવી રહેલા સીઓ જે.યુ.વસાવાની બદલીનેે પગલે આ કામોમાં હાલની પરિસ્થિતિને લઇ વિલંબ સર્જાવાની શક્યતાઓ પાલિકા વર્તુળમાં જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...