વલસાડ કોરોના LIVE:વલસાડ જિલ્લામાં આજે કોરોનાના 183 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 1397 પર પહોંચ્યો

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 કોરોના સંક્રમિત વૃદ્ધ દર્દીઓનું અન્ય બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું
  • સેલવાસમાં 18 કેસ સાથે 83 એક્ટિવ કેસ
  • દમણમાં 21 નવા કોરોના સંક્રમિત જાહેર થતા એક્ટિવ કેસનો આંક 104 પર પહોંચ્યો

વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. દરરોજ 100થી વધુ કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસ 1397 પર પહોંચી છે. જિલ્લામાં આજે શુક્રવારે કોરોનાના નવા 183 કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાંથી 90, વાપી 44, પારડી 18, ઉમરગામ 18, ધરમપુર 11 અને કપરાડા તાલુકામાંથી 2, કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આજે 141 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે વલસાડ તાલુકાના છરવાડાના 78 વર્ષીય અને નનકવાડાના 89 વર્ષીય કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયું હતું. મોતનું ચોક્કસ કરણ જાણી શકાયું નથી.

વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં 183 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1397 પર પહોંચી ચુક્યો છે.

જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 3 લાખ 90 હજાર 257 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 3 લાખ 82 હજાર 069 સેમ્‍પલ નેગેટિવ અને કુલ 8 હજાર 188 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યા છે. જ્યારે કુલ 6 હજાર 320 દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જિલ્લામાં 15+ વર્ષની વધુ ઉંમરના 13 લાખ 71 હજાર 834 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્યારે 13 લાખ 28 હજાર 677 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે.

વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RT-PCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

વલસાડ તાલુકામાં 797 એક્ટિવ, પારડી તાલુકાના 118 એક્ટિવ કેસ, વાપી તાલુકામા 322 એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં 107 એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ 46 અને કપરાડા તાલુકામાં 7 એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 8 હજાર 188 સંક્રમિત કેસ સામે 6 હજાર 320 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા.

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 13,575 લોકો બુસ્ટર ડોઝ લઈ ચુક્યા

નોંધનીય છે કે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 13,575 લોકો બુસ્ટર ડોઝ લઈ ચુક્યા છે. વલસાડ તાલુકાના છરવાડા ખાતે રહેતા 78 વર્ષીય અને નનકવાડા ખાતે રહેતા 89 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગની ટીમે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...