રજૂઆત:દાંતી પ્રોટેક્શન વોલ-રિવરફ્રન્ટનો મુદ્દો CMના દરબારે પહોંચ્યો

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયાઇ ધોવાણ અને પૂરને રોકવા માટે રજૂઆત થઇ

વલસાડના નાની અને મોટી દાંતી સહિતના લાગૂ ગામોમાં ભરતીથી લોકો પરેશાન છે. મોટી ભરતીના પગલે દાંતી ગામે દરિયાઇ પાણી લોકોના ઘરોમાં અને ગામ સુધી પ્રસરી જતાં દહેશત ફેલાઇ હતી. વોલના ધોવાણથી ભરતીના પાણી ગામમાં ઘૂસી જાય છે. ધારાસભ્ય ભરત પટેલે સાંસદ ડો.કે.સી.પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલને પ્રોટેક્શન વોલ અને રિવરફ્રન્ટ બનાવવા માગ કરી છે.આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ દાદ માગી છે.

CM સમક્ષ પ્રોટેક્શન વોલના બે મુદ્દા રજૂ કરાયા
દાંતી ગામના સમુ્દ્રી કિનારે જૂની પ્રોટેક્શન વોલ મોટી ભરતીના કારણે જર્જરિત થઇ છે.જેના કારણે ભરતીના પાણીથી થતા નુકસાનથી નાની દાંતી અને મોટી દાંતી ગામને બચાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવવી જરૂરી હોવા પર ધારાસભ્યએ ભાર મુખ્યમંત્રી સમક્ષ ભાર મૂક્યો છે.આ ઉપરાંત જો આ વોલનું નિર્માણ ન થાય તો બાજૂના ગામ ધરાસણા અને છરવાડા સુધી 7 કિમી સુધી ભરતીના પાણી ઘૂસી જવાની દહેશતથી ગ્રામજનોમાં ભયની લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...