રેસ્કયુ:દરિયામાં ડૂબતી ગાયને સ્થાનિક લોકોએ બચાવી

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તિથલમાં અચાનક ભરતી આવતા બનાવ

તિથલ બીચ કોરોના કહેરને લઈને સહેલાણીઓ બંધ કરવામાં આવ્યો છે. ગુરૂવારે ખોરાકની શોધમાં નીકળેલી ગાય દરિયા નજીક પહોંચી ગઈ હતી. અચાનક દરિયામાં ભરતીના પાણી વધતા ગાય દરિયાના પાણીમાં ડૂબવા લાગી હતી. સ્થાનિક લોકોનું ધ્યાન જતા ડૂબતી ગાયને બચાવવા અગ્નિવીર ગૌ રક્ષક ફાઉન્ડેશનના સભ્યોને સ્થાનિક લોકોએ જાણ કરી હતી. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગાયને દરિયાના પાણીમાંથી રેસ્ક્યુ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન ગાય દરિયાના પ્રોટેક્ષન વોલના પથ્થરોમાં ફસાઈ ગઈ હતી. ગૌ રક્ષક ફાઉન્ડેશનના સભ્યોએ સ્થાનિક લોકોની મદદ મેળવી ગૌ વંશને દરિયાના પાણીમાં ડૂબતા બચવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...