• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Court Sentenced 6 Persons To 3 Years In The Firing Case Committed By The Rai Brothers In 2007 In Sarigam Of Valsad In An Old Enmity.

ફાયરીંગ કેસમાં સજા:વલસાડના સરીગામમાં વર્ષ 2007માં જૂની અદાવતમાં રાય બંધુઓએ કરેલા ફાયરીંગ કેસમાં કોર્ટે 6 વ્યકિતને ત્રણ વર્ષની સજા ફટકારી

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપી સેશન્સ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી
  • સજાની સુનાવણી બાદ રાય પરિવારે તમામ સભ્યોની જામીન અરજી મુકતા જમીન અરજી મંજુર

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વર્ષ 2007માં સરીગામ ખાતે જૂની અદાવતમાં 2 યુવક પર તલવાર, લાકડીથી માર મારી, ગોળીબાર કરી કારથી કચડી નાખવા સહિતના ગુન્હામાં સંડોવાયેલા સરીગામના રાકેશ રાય અને તેમના પરિવારના કુલ 6 સભ્યો સામેનો કેસ વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ ધર્મેન્દ્ર સિંગે મનુષ્ય વધ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને 3 વર્ષની સજા અને કુલ રૂ 11 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

2007માં બનેલા ગુનાનો 15 વર્ષે ચૂકાદો આવ્યો
વલસાડ જિલ્લાના સરીગામ ખાતે જૂની અદાવતમાં જીતેશ કહારને પપ્પુ ઉર્ફે સંતોષ રાય અને પરિવારના કુલ 6 ઈસમો એ જીતેશ કહારને જૂની અદાવતમાં માર મારવામાં આવ્યો હતો. જીતેશને લાકડી, તલવાર મારી તેનો જીવ લેવાના ઇરાદે તેના ઉપર ફાયરિંગ કર્યું હતું. વર્ષ 2007માં બનેલી ઘટના વાપીની સેશન્સ કોટીમાં ચાલી જતા હત્યાનો પ્રયાસ નહિ પરંતુ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશના ગુન્હા હેઠળ સરીગામના પપ્પૂ ઉર્ફે સંતોષ કમલાશંકર રાય, અશોક કમલાશંકર રાય, નીરજ અશોક રાય, રાકેશ કમલાશંકર રાય, પંકજ કમલાશંકર રાય, સાગરકુમાર અશોક રાય સામે ના કેસમાં DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની સેશન્સ કોર્ટના જજ ધર્મેશ સિંગે હુમલામાં સામે તમામ આરોપીઓને દોષિત જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. તમામ આરોપીઓને 3 વર્ષની મહત્તમ સજા અને કુલ રૂ. 11 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.

પરિવારના 6 સભ્યોને ત્રણ વર્ષ કેદની સજા
ઉપરોકત દરેક આરોપીને (1) IPC કલમ 147 માં 1 વર્ષની સજા અને ₹ 500/ દંડ (2) IPC કલમ 148 માં 1 વર્ષની સજા અને ₹ 5000/ દંડ (3) IPC ની કલમ 323 સાથે કલમ 149 વાંચતા 6 મહિનાની સજા અને ₹.500/- દંડ અને IPC કલમ 308 સાથે વાંચતા કલમ 149 માં 3 વર્ષની સજા અને ₹.5000/- દંડ ભરવાનો હુકમ અને તમામ સજા એકસાથે ભોગવવાનો હુકમ જાહેર કર્યો છે. કોર્ટે તમામ આરોપી સામે સજા સંભળાવ્યા બાદ તમામ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી નામદાર કોર્ટે માન્ય રાખી તમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા.

ઘટના અંગે મળતી વિગતો મુજબ વર્ષ 2007માં રાય બંધુઓએ સરીગામના જીતેન્દ્ર લલિત કહાર અને તેના ભાઈ જીતેશ કહર ઉપર જૂની અદાવતમાં હુમલો કર્યો હતો. જેમાં રાય બંધુઓએ તલવાર, લાકડાથી જીતેન્દ્ર અને તેના ભાઈને ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ અશોક રાયે તેની બંદૂકમાંથી જીતેન્દ્ર પર ગોળીબાર કરતા ડાબા પગમાં ગોળી વાગી હતી. જ્યારે રાકેશ રાયે તેની કારથી ઘાયલ જિતેન્દ્રને ટક્કર મારી હતી. મારામારીની આ ઘટનામાં ઘાયલ જીતેન્દ્ર અને તેના ભાઈ દ્વારા ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ તેનો કોર્ટ કેસ ચાલતો હતો. જેનો આજે વાપી કોર્ટ ખાતે મે. વાપીના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર સિંગ દ્વારા હત્યાનો પ્રયાસ નહિ પરંતુ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ કરવાનાં ગુનામાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...