વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ખાતે આવેલી શીતલ ટાઉનશીપમાં રહેતા આધેડ વયના વેપારીના બંગ્લામાં પ્રવેશી આધેડના લમણા ઉપર દેશી કટ્ટો મૂકીને ફાયરિંગ કરીને બંગ્લામાંથી કુલ રૂ. 95 હજારની મતાની લૂંટ ચલાવી આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આ કેસમાં ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ હતી. જે બાદ આરોપીએ જેલમાંથી મુક્ત થવા જામીન અરજી વાપીની સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
ઉમરગામ તાલુકાના દહેરી ટાઉનશીપમાં 56 વર્ષીય રમેશચંદ્ર ગુલાબચંદ્ર જૈનના બંગ્લામાં લૂંટ કરવાના ઇરાદે 29 જાન્યુઆરી 2021ની રાત્રીએ 3 શખ્સો પ્રવેશ્યા હતા. જોકે, રમેશભાઈ ઉઠી જતા લૂંટ કરવાના ઇરાદે આવેલા અજાણ્યા લોકોને તેઓએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક લૂંટારુએ રમેશભાઈના લમણા ઉપર કટ્ટો મૂકીને ફાયરિંગ કરી રમેશભાઈને ઇજાગ્રસ્ત કર્યા હતા. તેમજ બંગ્લામાંથી રૂ. 30 હજાર રોકડા અને સોનાના ઘરેણાં મળીને કુલ 95 હજારના મુદ્દામાલની લૂંટ કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ કેસમાં સંડોવાયેલા આરોપી શિવપાલ ઉર્ફે શિવ મનોહરસિંહ રાજપુરોહિતની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે આરોપી શિવપાલ વિરુદ્ધના કેસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપી શિવપાલ રાજ પુરોહિતે જેલમાંથી મુક્ત થવા વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.