જામીન નામંજૂર:વલસાડમાં બાઇકની ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડ સેશન્સ કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો
  • આરોપીએ 16 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં જામીન ઉપર મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી

વલસાડ શહેરમાં વર્ષ 2019માં થયેલી બાઈક ચોરી કેસમાં ઝડપાયેલો આરોપી રોહિત લાલુભાઇ મસાનીયાએ જેલમાંથી મુક્ત થવા રેગ્યુલર જામીન અરજી 16 ઓક્ટોબરના રોજ રજૂ કરી હતી. ત્યારે DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડ સેશન્સ કોર્ટના જજ એમ કે દવેએ આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ શહેરમાં વર્ષ 2019 માં મોગરાવાડી ખાતે આવેલી સાઈ પાર્ક સોસાયટીમાં રહેતા કલ્પેશ ધનસુખ પંચાલની બાઈક નંબર GJ-15-DE-0705ની થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી રોહિત લાલુભાઇ મસાનીયાની પોલીસે બાઈક ચોરીના ગુનામાં કરેલી ધરપકડ કરી હતી. જે બાદ આરોપી રોહિતે 16 ઓક્ટોબરના રોજ વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન ઉપર મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે કેસમાં DGP અનીલ ત્રિપાઠીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી રોહિત મસાનીયાના જામીન વલસાડ સેશન્સ કોર્ટના જજ એમ. કે. દવે એ ના મંજુર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...