ગોઝારો અકસ્માત:લગ્ન કરે તે પહેલા જ દાબખલ પાસે યુગલને કાળ ભરખી ગયો, જીપની ટક્કરે લીવ ઇનમાં રહેતા યુવક-યુવતીનું સ્થળ ઉપર મોત

નાનાપોઢાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નાસિક, કપરાડાથી વાપી તરફ જતા નેશનલ માર્ગ ઉપર બપોરે 12.30 કલાકની આસપાસ દાબખલ ખાતે સુમોના ચાલકે સ્પોર્ટસ બાઇકને અડફેટે લેતા લીવ ઇનમાં રહેતા યુવ-યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. આ ઘટનાને લઇ લોકો સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને કપરાડા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.કપરાડા તાલુકાના અંતરીયાળ ગામ ધામનવેગનમાં રહેતો ભરત સકારામભાઈ બરફ ઉંમર. 20 અને નારવડ ( નિલુગી )ગામે રહેતી વિધિ ઈશ્વરભાઈ બગુલ ગામ ઉંમર. 20 જે બંને કેટલાક સમયથી લીવ ઇનમાં રહી સાથે જ વાપીની કોઇ કંપનીમાં નોકરી કરતા હતા.

શનિવારે બંને યુગલ કપરાડાના દિનબારી ખાતે સ્પોર્ટસ બાઇક R15 નં.GJ.6. MP. 5717 લઈ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવી સુથારપાડા તરફ જઈ રહ્યાં હતાં ત્યારે દાબખલ નિશાળ ફળીયા પાસે અચાનક ટાટા સુમો નંબર.GJ.18.G.1650 ના ચાલકે પુર ઝડપે આવી બાઇકને અડફેટે લેતા બાઈક સવાર ભરત અને તેની પ્રેમીકા વિધીનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે કપરાડા પોલીસ સ્થળ ઉપર પહોચી સ્થળ નિરીક્ષણ કરી લાશને કબ્જે લઈ કપરાડા સી.એચ.સીમાં પી.એમ માટે રવાના કરી હતી.આ લખાય છે ત્યારે ભોગ બનેલાના પરિવારજનો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...