લોકડાઉન દરમિયાન બોર્ડર ઉપર રાખડી પહોંચી ન હતી જેથી રાઇડરોએ ભેગા થઈને 'એક બંધન રાઈડ' નામના પ્રોજેકટ હેઠળ મુંબઈથી 2 રાઇડર્સ 3000 કિલોમીટર બાઈક રાઈડ કરીને દેશના વીર જવાનોને રક્ષા બંધનના દિવસે રાખડી પહોંચાડશે. દેશના રાઈડર્સ દ્વારા કારગિલ સુધી રાખડી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે, વલસાડ જિલ્લાના પાસેથી રાખડી લઈને જઈ રહેલા રાઈડર્સનું માંગેલા સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગત વર્ષે લોકડાઉનને લઈને બોર્ડર ઉપર ફરજ બજાવતા જવાનોના હાથ રક્ષા બંધનના દિવસે ખાલી રહ્યા હતા. ગત વર્ષે કોરોના મહામારીનો લઈને આંતર રાજ્ય ટ્રાન્સપોર્ટ સેવા બંધ હોવાથી કેટલાક વીર જવાનો જે બોર્ડર ઉપર સેવા આપી રહ્યા છે. તે રક્ષા બંધન મનાવી શક્યા ન હતા.જેથી આ વર્ષે બુલેટ રાઈડર્સ દ્વારા ચાલુ વર્ષે કારગિલ બોર્ડર ઉપર રાખડી પહોંચાડવાનું બીડું ઝડપી લીધું હતું.
મુંબઈથી 3000 કિલોમીટર બાઈક રાઈડ કરીને 2 બુલેટ રાઈડર્સ કારગિલના જવાનો માટે રાખડી લઈને જવાની જવાબદારી બુલેટ રાઈડર્સ દ્વારા સોંપવામાં આવી હતી. શ્રાવણ માસના બીજા દિવસે 2 રાઈડર મુંબઈના જુહુથી કારગિલ સુધી 3000 કિલોમીટરની રાઈડ કરવા રવાના થયા છે. વલસાડ જિલ્લાના પારડી ખાતે આવી પહોંચતા ચંદ્રપુરના સેવ લાઈફ ગ્રુપના સભ્યોએ રાખડી લઈને જતા રાઈડનું સ્વાગત કર્યું હતું. તેઓની કામગીરીને વધાવી લીધી હતી.રક્ષા બંધન પહેલા બુલેટ રાઈડર્સ કારગિલ ખાતે BSF કેમ્પ ખાતે પહોંચશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.