ચંદીગઢ યુનિવર્સિટીની ઘટનાનું પુનરાવર્તન?:ધરમપુરની એકલવ્ય શાળાના રસોઈયાએ વિદ્યાર્થિનીઓના ન્હાતી સમયના વીડિયો બનાવ્યાનો આક્ષેપ, વાલીઓનો હોબાળો

વલસાડ9 દિવસ પહેલા

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલી એકલવ્ય શાળામાં ચંદીગઢની યુનિવર્સીટીમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન થયું હોય તેવું સામે આવ્યું છે. શાળાના રસોઈયાઓએ વિદ્યાર્થિનીઓના ન્હાતા અને કપડા બદલતા ન્યૂડ વીડીયો બનાવી વાયરલ કરવાની ધમકીઓ આપી વિદ્યાર્થિનીઓને હેરાન કરાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. ગઈકાલે વીદ્યાર્થિનીઓએ વાલીઓને જાણ કરતા આજરોજ એકલવ્ય શાળા ખાતે વાલીઓએ પહોંચી શાળાના આચાર્યા અને રસોઈ વિરુદ્ધ હંગામો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ ધરમપુર પોલીસની ટીમને થતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસના દોર શરૂ કર્યા છે.

વિદ્યાર્થિનીઓનું શોષણ અને અભદ્ર વર્તન કરાતું હોવાનો આક્ષેપ
ધરમપુર તાલુકામાં આવેલી એકલવ્ય શાળામાં 600 જેટલી આદિવાસી વિસ્તારની વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. ત્યારે રસોઈયાઓ દ્વારા વિદ્યાર્થિનીઓનું શોષણ અને અભદ્ર વર્તન કરાતું હોવાનો આક્ષેપ વિદ્યાર્થિનીઓએ કર્યો છે. ગઈકાલના રોજ વિદ્યાર્થિનીઓએ વાલીઓને ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. શાળાના એક શિક્ષકે પણ વિદ્યાર્થિનીઓને થતી કનડગત અંગે સોશ્યલ મીડિયાના માધ્યમથી વાલીઓને જાણ કરી હતી. જે બાદ કેટલાક વાલીઓ શાળા ખાતે પહોંચી વિદ્યાર્થીનીઓને થતી કનડગત અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

વિદ્યાર્થિનીઓ સ્નાન કરે ત્યારે રસોઈઓ જોયા કરે છે
​​​​​​​
રસોડામાં કામ કરતા રસોઈયાઓ અને તેના માણસો દ્વારા વિદ્યાર્થિનીઓ બાથરૂમમાં સ્નાન કરતી હોય ત્યારે તેમને જોયા કરે છે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યાં છે. સાથે કેટલીક વિદ્યાર્થિનીઓના સ્નાન કરતા ન્યૂડ વીડીયો રસોઈયાઓએ તેના માણસો પાસે ઉતરાવી લીધા હોવાનું અને વિદ્યાર્થિનીઓને ખરાબ બોલતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે. રૂમમાં વિદ્યાર્થિનીઓ કપડાં બદલતી હોય ત્યારે રૂમની તૂટેલી બારીઓમાંથી તેમને જોયા કરતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. જેને પગલે વાલીઓએ આજ રોજ શાળામાં પહોંચી હંગામો મચાવ્યો હતો. જેને લઈને ધરમપુર પોલીસ, LCB અને ST, SC સેલના DySP અને પ્રયોજના વહીવટદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ઘટના ક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

​​​​​​​વિદ્યાર્થિનીઓએ ફરિયાદ ન કરી હોવાનું આચાર્યાનું રટણ
આ સમગ્ર ઘટના અંગે શાળાના આચર્યાને એક પણ વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી ન હોવાનું રટણ આચર્યા રટી રહ્યા છે. શાળામાં મુકવામાં આવેલી ફરિયાદ પેટીમાં પણ એક પણ વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી ન હોવાનું રટણ આચર્યાએ ચાલુ રાખ્યું હતું.
​​​​​​​રસોડામાં તમામ મહિલા સ્ટાફ રાખવાની વાલીઓની માગ
​​​​​​​
વિદ્યાર્થિનીઓને આશ્રમ શાળામાં જરૂરી ફૂડ આપતા ન હોવાનું તેમજ શાળાના રસોઈયાઓ દ્વારા વિદ્યાર્થિનીઓને કનડગત કરવામાં આવી હોવાના આક્ષેપની સાથે આચર્યાની કામગીરી સામે નારાજગી જોવા મળી હતી. કન્યા શાળા હોવાથી રસોડાના સ્ટાફમાં તમામ મહિલાઓને રાખવાની માગ વાલીઓએ કરી હતી તેમજ શાળાના આચર્યાને પણ અહીંથી અન્ય શાળામાં ખસેડવાની માગ કરી છે.

વીડિયો વાયરલ કરવાની ધમકી
​​​​​​​
ધરમપુરની આશ્રમ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ કેમેરા સમક્ષ તેઓ સાથે કનડગત થતી હોવાનું સ્વીકાર્યું હતું. વિદ્યાર્થિનીઓને રસોઈયાઓ અને તેમના માણસો દ્વારા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હોવાનું પણ વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું. રસોઈયાઓ સુંદર દેખાતી વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર ટિપ્પણી કરે છે. જો વિદ્યાર્થિનીઓ તેનો વિરોધ કરે તો રસોડાના માણસો દ્વારા વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે તેમ એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું.

​​​​​​​શાળાના આચાર્યા નીતાબેન ચૌધરીને ઘટનાને લઈ પૂછતાં તેઓને ગઈ કાલના રોજ વાલીઓએ ઘટનાની જાણ કરી હોવાનું જણાવ્યું હતું. સાથે રસોઈયાઓ સામે તકલીફ છે તો મહિલા રસોઈયાની ટીમ બોલાવી કામ ચલાવ કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેમજ જણાવ્યું કે, વિદ્યાર્થિનીઓએ અને શાળાના શિક્ષકોએ વાલીઓને જાણ કરતા પહેલા શાળાના આચર્યા તરીકે મને જાણ કરવાની જરૂર હતી. જે વિદ્યાર્થિનીઓએ કે શિક્ષકોએ આવી મને લેખિત કે મૌખિક જાણ કરી નથી.

અન્ય સમાચારો પણ છે...