તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:વલસાડની દાંતી કકવાડી બેઠક પર અપક્ષના સમર્થનમાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચ્યું

વલસાડ14 દિવસ પહેલા
 • BJPના ઉમેદવારને હરાવવા સમાજની સાથે રહીને અપક્ષના ઉમેદવારને મજુબત કરશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે રાજકીય રંગ જામ્યો છે. વલસાડ તાલુકા પંચાયતની દાંતી કકવાડી બેઠક પર ભાજપના ઉમેદવારને હરાવવા માટે ટંડેલ સમાજના અપક્ષ ઉમેદવારના સમર્થનમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ગિરીશ ટંડેલે ઉમેદવારી પત્ર પરત ખેંચતા રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. કોઇપણ ભોગે આ બેઠક પર ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને અપક્ષે હાથ મિલાવ્યા છે. નોંધનીય છેકે, આ બેઠક પર ટંડેલ સમાજનું વર્ચસ્વ છે.

સમાજના આગેવાનોના કહેવાથી હાથ મિલાવ્યાદાંતી કકવાડી બેઠક પર કોંગ્રેસ અને અપક્ષ એમ બન્ને ઉમેદવાર ટંડેલ સમાજના હતા. જેથી વિસ્તારના ટંડેલ સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને સમાજના આગેવાનોએ સમજાવતા અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવારોએ હાથ મિલાવ્યા હતા. અપક્ષ ઉમેદવાર સંદીપ ટંડેલના સમર્થનમાં કોંગ્રેસના ઉમેદવાર ગિરીશ ટંડેલે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તૈયારી બતાવી હતી.

ચૂંટણી જંગ રસપ્રદ બનશેકોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે તે ભાજપ સામે અપક્ષ ઉમેદવારને વિજયી બનાવવા માટે એડીચોંટીનું જોર લગાવશે તેવું મનાઇ રહ્યું છે. દાંતી કકવાડી બેઠક પર કોંગ્રેસ અને અપક્ષની યુતિ ભાજપને ભારે પડી શકે છે તેમ રાજકીય તજજ્ઞોનું માનવું છે કારણ કે આ વિસ્તારમાં ટંડેલ સમાજનું પ્રભુત્વ છે અને જો કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર બન્ને ટંડેલ સમાજના હોત તો મત વહેંચાઈ જવાની ભીતિ હતી પરંતુ હવે બન્ને સાથે મળી ચૂક્યા હોવાથી ટંડેલ સમાજના મત અપક્ષ ઉમેદવારને મળશે તેવું ગણિત લગાવવામાં આવી રહ્યું છે. જેને લઇને આ વિસ્તારમાં ચૂંટણી જંગ રસપ્રદ બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો