તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:કલેકટરે જિલ્લામાં લોકડાઉનની મુદ્દત 31 ડિસેમ્બર સુધી લંબાવી

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કન્ટેન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં શરતોને આધિન કાર્યક્રમ

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા 31 ડિસેમ્બર 2020 સુધી લોકડાઉનની અવધિ લંબાવતું જાહેરનામુ કલેકટરે બહાર પાડ્યું છે.જેમાં કન્ટેન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં સામુહિક કાર્યક્રમ (ગેધરિંગ) માટે કોવિડ ગાઇડલાઇનની શરતોને આધિન કરી શકાશે.આ સિવાય ગૃહ વિભાગે જાહેર કરેલા હુકમોનો અમલ કરવાની શરતોનું પાલન કરવા પ્રતિબંધક આદેશ જારી કરાયા છે.

કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 25 નવેમ્બર 2020ના જાહેરનામાથી લોકડાઉનની મુદ્દત 31 ડિસેમ્બર સુધી લંબાવવા કલેકટર આર.આર.રાવલે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.તે માટે કેટલાક પ્રતિબંધક આદેશ જારી કર્યા છે.જે મુજબ કન્ટેન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં સામાજિક,શૈક્ષણિક,રમતગમત, મનોરંજન,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ધાર્મિક,રાજકીય સમારોહ તથા અન્ય મોટા ગેધરિંગ કાર્યક્રમોનું શરતોને આધિન આયોજન કરી શકાશે તેવું જણાવ્યું છે.

કાર્યક્રમોમાં ક્ષમતાના 50 ટકાથી વધુ નહિ, પરંતુ 100 વ્યક્તિની મર્યાદા રહેશે ગૃહ વિભાગના હુકમનું પાલન કરવાની શરતે ખુલ્લા સ્થળો,બંધ સ્થળોએ જે તે સ્થળની ક્ષમતાના 50 ટકાથી વધુ નહિ,પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં સમારોહ,પ્રસંગનું આયોજન કરી શકાશે.જ્યારે મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયા,ધાર્મિક વિધિના કિસ્સામાં મહત્તમ 50 વ્યક્તિ મર્યાદા જાળવવાની રહેશે.આ સિવાય અગાઉના જાહેરનામાની તમામ વિગતો યથાવત રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો