તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Children Of The Infected Family Of Koro Will Be Taken Care Of By The State Government, Arrangements Have Been Made For The Children From 0 To 18 Years.

બાળકો માટે સુવિધ:રાજય સરકાર દ્વારા કોરોના સંક્રમિત પરિવારના બાળકોની સારસંભાળ લેવાશે, 0 થી 18 વર્ષના બાળકો માટે વ્યવસ્થા કરાઇ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 0 થી 6 વર્ષના બાળકો માટે સ્‍પેશિયલ એડોપ્‍શન એજન્‍સી, ખુંધ-ચીખલી સેવા કરશે
  • 6 થી 18 વર્ષના બાળકો માટે ચિલ્‍ડ્રન હોમ-કુમાર અને કન્‍યા, ધરાસણાને સારસંભાળની જવાબદારી અપાઇ

કોરોનામાં માતા-પિતાનું મૃત્‍યુ થયું હોય અથવા માતા-પિતા સારવાર હેઠળ હોય તેવામાં બાળકોની દેખરેખ રાખનાર કોઇ ના હોય તેવા બાળકોની બાળસંભાળ ગૃહમાં સારસંભાળ રખાશે. વલસાડ જિલ્લામાં આ કપરી સ્‍થિતીમાં મુકાયેલા 0 થી 6 વર્ષના બાળકો માટે સ્‍પેશિયલ એડોપ્‍શન એજન્‍સી, ખુંધ-ચીખલી અને 6 થી 18 વર્ષના બાળકોમાં ચિલ્‍ડ્રન હોમ-કુમાર અને કન્‍યા, ધરાસણાને બાળકોની સારસંભાળ માટેની સંસ્‍થાઓ જાહેર કરવામાં આવી છે.

બાળસંભાળ ગૃહમાં રાખી કાળજી અને સારસંભાળ લેવામાં આવશે

સમગ્ર રાજ્‍યમાં કોરોના વાયરસના કારણે ફેલાયેલ મહામારીમાં 0 થી 18 વર્ષના બાળકોની સુરક્ષા તથા તેમના સ્‍વાસ્‍થ્‍યના હિત માટે સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર હેઠળના નિયામક, સમાજ સુરક્ષા ખાતુ અને ગુજરાત સ્‍ટેટ ચાઇલ્‍ડ પ્રોટેકશન સોસાયટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ કોરોનામાં માતા-પિતાનું મૃત્‍યુ થયું હોય અથવા માતા-પિતા સારવાર હેઠળ હોય તેમના બાળકોની કોઇ નજીકના સગા-સંબંધી દ્વારા સારસંભાળ રાખી શકે તેમ ના હોય તો આવા સંજોગોમાં બાળસંભાળ ગૃહમાં રાખી કાળજી અને સારસંભાળ લેવામાં આવશે.

બાળસંભાળ ગૃહએ બાળકોની સંભાળ માટેનો છેલ્લો વિકલ્‍પ

બાળકોને બાળ સંભાળ ગૃહમાં મુકતી વખતે બાળકોનો કોવિડ રીપોર્ટ નેગેટીવ હોવો જરૂરી છે, કારણ કે બાળ સંભાળ ગૃહમાં રહેતા અન્‍ય બાળકોની સુરક્ષા પણ જરૂરી છે. બાળકોને પરિવારનો પ્રેમ અને હુંફ મળવો ખુબ જ જરૂરી છે. જો બાળકોને તેના નજીકના કોઇ સગા સંબંધી સારસંભાળ રાખી શકે તેમ ન હોય તો જ બાળસંભાળ ગૃહમાં મુકવા આગ્રહ છે. બાળસંભાળ ગૃહએ બાળકોની સંભાળ માટેનો છેલ્લો વિકલ્‍પ છે.

બાળકોને મુકતા પહેલા જિલ્લા બાળ કલ્‍યાણ સમિતિ-વલસાડની મંજુરી લેવી

વલસાડ જિલ્લામાં આ કપરી સ્‍થિતીમાં મુકાયેલા 0 થી 6 વર્ષના બાળકો માટે સ્‍પેશિયલ એડોપ્‍શન એજન્‍સી, ખુંધ-ચીખલી અને 6 થી 18 વર્ષના બાળકોમાં ચિલ્‍ડ્રન હોમ-કુમાર અને કન્‍યા, ધરાસણાને બાળકોની સારસંભાળ માટેની સંસ્‍થાઓ જાહેર કરવામાં આવી છે. પરંતુ આ સંસ્‍થાઓમાં બાળકોને મુકતા પહેલા જિલ્લા બાળ કલ્‍યાણ સમિતિ-વલસાડની મંજુરી મેળવવાની રહેશે. કપરી સ્‍થિતીમાં મુકાયેલા બાળકો માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન-2, ત્રીજો માળ, તિથલ રોડ, વલસાડના ફોન નં 02632-244663 અથવા ચાઇલ્‍ડ હેલ્‍પ લાઇન 1098, વલસાડનો સંપર્ક કરી મદદ મેળવી શકાશે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...