તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ પોલીસને ઈનામ:અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત થયેલા ઉમરગામના બિલ્ડરનો મામલો વિધાનસભામાં ગુંજ્યો, વલસાડ પોલીસની કામગીરીને બિરદાવવામા આવી, પોલીસને 10 લાખના ઈનામની જાહેરાત

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિધાનસભા અધ્યક્ષે કહ્યું- 'સંપૂર્ણ ઓપરેશન પર ફિલ્મ બનાવવી જોઈએ'

વલસાડ જિલ્લાના ઉમરગામના બિલ્ડર જીતુ પટેલના અપહરણ કેસના ડિટેક્શનની ચર્ચા વિધાનસભામાં થઈ હતી. વલસાડ પોલીસે અપહરણકારોને એકપણ રૂપિયો આપ્યા વગર ભોગ બનનારને મુક્ત કરાવી આરોપીઓને ઝડપી પાડવા બાદલ વિધાનસભામાં તમામ ધારાસભ્યોએ વલસાડ પોલીસની સુંદર કામગીરીને વધાવી લીધી હતી. જે માટે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્ય મંત્રીએ વલસાડ પોલીસને રૂ.10 લાખના ઈનામની જાહેરાત કરી છે. ગૃહના સ્પીકરે વલસાડ એસપીની પીઠ થાબથબાવી આ સંપૂર્ણ ઓપરેશન ઉપર ફિલ્મ બનાવવા પણ સજેશન આપ્યું હતું.

વલસાડ જિલ્લાના ઉમરગામમાં બિલ્ડરનું અપહરણ કરી 30 કરોડની ખંડણી માગવાના કેસમાં પોલીસે સરાહનિય કામગીરી કરી હતી અને એકપણ રૂપિયા આપ્યા વગર બિલ્ડરને હેમખેમ બચાવી લીધા હતા અને અપહરણકારોને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની આજે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી તથા ગુજરાત પોલીસને અભિનંદન આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિનંદન આપીને આ ઓપરેશનનને પાર પાડનાર ટીમને 10 લાખની ઇનામની જાહેરાત કરી હતી.

વલસાડ પોલીસે બિલ્ડરને હેમખેમ બચાવ્યા હતા
વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું 22 માર્ચે રાત્રે લકઝરીયસ કારમાં અપહરણ કરી ગયા હતા. પોલીસની તપાસ ભટકાવવા ગુજરાતના અગલ અલગ જિલ્લાઓમાંથી બિલ્ડરના પરિવાર પાસે 30 કરોડની ખંડણી માંગી હતી. વલસાડ પોલીસે ખંડણીનો એકપણ રૂપિયો આપ્યા વગર અપહરણનો ભોગ બનનાર જીતુભાઇ પટેલને રત્નાગીરીથી બચાવી લેવામાં આવ્યા હતા. 2 આરોપીઓને મુંબઈથી અને 5 આરોપીઓને રત્નાગીરી પાસેથી ઝડપી પાડયા હતા.

અપહ્ત બિલ્ડરને મુક્ત કરાવવા 11 ટીમની રચના કરાઈ હતી
વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં રહેતા બિલ્ડર જીતુભાઇ પટેલનું 22 માર્ચની રાત્રીએ અપહરણ થયું હતું. બનાવની જાણ ઉમરગામ પોલીસને થતા તાત્કાલિક વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાએ તાત્કાલિક 11 ટીમો બનાવી તમામ દિશાઓમાં આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસને ગુમરાહ કરવા અલગ અલગ જિલ્લામાંથી ખંડણીના ફોન કર્યા
વલસાડ પોલીસની ટીમે 750 કિમિ વિસ્તારમાં આવેલા ખાનગી તેમજ સરકારી ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીઓએ વલસાડ પોલીસની ટીમને ગુમરાહ કરવા માટે અલગ અલગ શહેરોમાંથી ખંડણી માંગવા ફોન કર્યા હતા. અન્ય જિલ્લામાં જાવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ રેલવે નો ઉપયોગ કરતા હતા. આરોપીઓ ટ્રેનમાં ટીકીટ લીધા વગર યાત્રા કરી રેલવે સ્ટેશન આવે તે પહેલાં યાર્ડ વિસ્તારમાં ચાલુ ટ્રેને ઉતરી જતા હતા.

જીતુ પટેલના સીમકાર્ડથી ફોન કરી પત્ની પાસે 30 કરોડની ખંડણી માગી હતી
આરોપીઓએ 24 માર્ચે જીતુ પટેલના મોબાઇલના સીમકાર્ડનો ઉપયોગ કરી તેમની પત્ની પાસેથી રૂ.30 કરોડની માગણી કરી હતી.જે માટે વારંવાર ફોન કરાયો હતો.જો ખંડણી ન આપે તો જીતુ પટેલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પત્નીએ ખંડણીની રકમ ઓછી કરવા વિનવણી કરી છતાં એક પણ રૂપિયો ઓછો કરવા આરોપી તૈયાર થયા ન હતા.

અપહ્ત સાથે વાત ન કરાવી માત્ર રેકર્ડ મેસેજ સંભળાવ્યો
​​​​​​​
પોલીસની એક ટીમ પરિવારને ગાઇડ કરવા પ્રથમ દિવસથી જ રોકાઇ હતી. અપહરણકારો ખંડણી માંગવા માટે બિલ્ડર જિતુ પટેલની પત્ની ઉપર ફોન કરતા હતા. 30 કરોડ રૂપિયા હાલમાં નથી એવું કહીને પત્નીએ પતિને રૂપિયા વિશે ખબર હશે એમ કહીને વાત કરાવો એવું કહ્યું હતું. જોકે, આરોપીઓ જિતુને જ્યા રખાયો હતો ત્યાંથી 200થી 300 કિમી દૂર આવીને વાત કરતા હતા. જો અપહ્ત જિતુ પટેલ સાથે ફોન ઉપર વાત કરાવે તો લોકેશનથી પકડાય જવાની ભીતિ હોવાથી તેઓ માત્ર બિલ્ડર જિતુભાઇ પટેલનો રેકર્ડ મેસેજ જ તેમની પત્નીને સંભળાવતા હતા. આરોપી પોલીસથી બચવા એક એક કદમ સમજી વિચારીને ઉઠાવતા હતા.

આ ટીમે ઓપરેશન પૂરૂ પાડ્યુંઉમરગામના બહુચકચારી બિલ્ડર અપહરણ કેસ ઉકેલવામાં તપાસમાં પીઆઇ વી.બી.બારડ, એસઓજી ટીમ પીઆઇ જે.એન.ગોસ્વામી,એલસીબી ટીમ, પીઆઇ વી.એચ.જાડેજા, પીઆઇ બી.જે.સરવૈયા, પીઆઇ વી.જી.ભરવાડ, પીઆઇ વી.ડી.મોરી જોડાયા હતા.

ચેકપોસ્ટ- ટોલનાકાના 1000 સીસીટીવી ફુટેજ ખુંદ્યા
​​​​​​​
જીતુ પટેલને સુરક્ષિત છોડાવવા અને ગુનેગારોને પકડી લેવા પોલીસ સામે મોટો પડકાર હતો.જે દિવસે કારમાં જીતુ પટેલનું રૂ.30 કરોડની ખંડણી માટે અપહરણ કરાયું ત્યારથી પોલીસે ગુજરાતની ચેકપોસ્ટો,નાકાઓ મહારાષ્ટ્રના ટોલનાકાઓના લગભગ 1000 સીસીટીવી ફુટેજ ખુંદી નાંખ્યા હતા.

બોરીવલીથી ઝડપાયેલા બે સાગરીતો અપહરણ કરી જીતુ પટેલને જ્યાં રાખેલો તે સ્થળે દોરી ગયા
​​​​​​​
ઉમરગામના બિલ્ડર જીતુ પટેલના અપહરણ કેસમાં પોલીસને ટેક્નિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ દરમિયાન મહારાષ્ટ્રના બોરીવલી સ્ટેશન પર બે શંકાસ્પદ ઇસમો હોવાની જાણકારી મળતાં જ મુંબઇમાં ધામો નાંખનાર વલસાડ પોલીસ પહોંચી ગઇ હતી.ભારેભીડમાંથી આ ઇસમોને ઝડપી ઉઠાવી લીધા હતા.જેમની કડક પૂછપરછ કરાતા આ ગુનેગારો સોનાર ગેંગના સાગરિતો હોવાનું બહાર આવ્યું હતું.જેઓ જીતુ પટેલના અપહરણ કેસમાં સંડોવાયેલા હતા.

7 આરોપીને 8 દિવસના રિમાન્ડ
ઉમરગામના જીતુભાઈ પટેલનું અપહરણ કરી જીતુભાઈની પરિવાર પાસે ખંડણી માંગી હતી. વલસાડ જિલ્લા પોલીસે રત્નાગીરીથી જીતુ પટેલને છુટકારો કરાવી ચંદન સોનાર ગેંગના સાત આરોપીઓ પપ્પુ ચૌધરી,દિપક ઉર્ફે અરવિંદ યાદવ,અજમલ હુસૈન અન્સારી, અયાઝ,મોબિન ઉર્ફે ટકલીયા, ઈશાક મુજાવર અને જીતનેશકુમાર ઉર્ફે બબલુ કુમાર યાદવને પકડી લીધા હતાં. ગુરુવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે 9 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો