ક્રાઇમ:પારનેરા હાઇવેથી લૂંટાયેલી કાર 9 વખત વેચાઇ હતી

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ સુરતથી ઝડપાયા હતાં

મુંબઈથી સુરત જવા કાર ભાડે લાવીને પારનેરા હાઇવે પર કારને અટકાવી ચાલક પર દારૂની બોટલ વડે જીવલેણ હુમલો કરી કાર લૂંટી ફરાર થઈ જાવાની ઘટનામાં પકડાયેલા 4 આરોપીઓને બુધવારે સુરતથી રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા. ગુરૂવારે તમામને સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આરોપીઓની ધડપકડ કરાશે.

લૂંટ માટે 10 સપ્ટેમ્બરે મોબાઈલનો બંધ કાર્ડ ચાલુ કરાવ્યો
સાળાના બીજા લગ્ન કરાવવા અને અન્ય સાગરીતોને રિક્ષાનો ધંધો કરવા રૂપિયાની જરૂર હોવાથી લૂંટ કરવાનો ઈરાદો આવ્યો હતો. ઇમરાન અન્સારીએ સુરત આવતા પહેલા તેનો ઘણા સમયથી બંધ મોબાઈલ નો નંબર ચાલુ કરાવ્યો હતો. રસ્તામાં ચાલુ કારે દારૂની મહેફિલ માણી આવી રહ્યા હતા.

કાર વેચાઇ છતા નામ ટ્રાન્સફર નહી
લૂંટાયેલી કારના નંબર પરથી મુંબઇ RTOમાં તાપસ કરતા કારના મૂળ માલિકના નામે કાર બોલતી હતી. મૂળ માલિકે કાર વેચ્યા બાદ કારના 9 માલિક બદલાઈ ગયા હતા. એકપણ કાર માલિકે કારનું નામ ટ્રાન્સફર કરવાની દરકાર લીધી ન હતી. પોલીસે સાધન તપાસ કરતા 9માં વ્યક્તિએ કાર સતિષ ગૌતમને વેંચી હોવાનું સામે આવતા કાર ચાલક પરિવાર સુધી પોલીસ પહોંચી સકી નથી.

અન્ય સમાચારો પણ છે...