તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભરૂચ જતી કારને બગવાડા ટોલનાકે રોકી કઈં ન મળતાં ચાલકને GRD જવાને માર્યો

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોપી GRD જવાન અંકિત - Divya Bhaskar
આરોપી GRD જવાન અંકિત
 • કારમાં દારૂ લઈ જતો હોવાનો વહેમ રાખીને પીછો કર્યો હતો

વલસાડ રૂરલ પોલીસ મથકે ફરજ બજાવતો GRDનો જવાન અંકિત લલિતભાઈ પટેલ રવિવારે તેની પત્નીને મુકવા સેલવાસ ગયો હતો. ત્યાંથી પરત ફરતા ભરૂચ તરફ જતી એક કારને ઓવરટેક કરી અટકાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા.કાર ચાલકે કારને અટકાવતા GRD જવાને કારને ચેક કરતા શંકાસ્પદ કઈ મળ્યું ન હતું. 5 કિમિ દૂર ગયેલી કાર આગળ GRDના જવાને પોતાની કાર મૂકીને કારમાં સવાર ભરૂચના મુઝમ્મીલ નિઝામ કટ્ટા, ઉ.વ 23 તેના મિત્રોને માર માર્યો હતો. બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે ભરૂચના યુવાનોએ ફરિયદ નોંધાવી હતી. બનાવની જાણ એસપીને થતા એસપીએ તાત્કાલિક GRD જવાનને સસ્પેન્ડ કર્યો હતો. હાઇવે પર ટ્રાફિક જામ થઈ જતા અંકિત તેના મિત્ર સાથે પોતાની કારમાં ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે મુઝમ્મીલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા તાત્કાલિક રૂરલ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો