તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:3 ઓક્ટોબરે વલસાડ નગરપાલિકાની 4 બેઠકની પેટા ચૂંટણી જાહેર થતા ગરમાટો

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના 2 અને 2 અપક્ષ કાઉન્સિલરનું સભ્યપદ રદ થતાં બેઠક ખાલી હતી

વલસાડ નગરપાલિકાની માર્ચમાં ખાલી પડેલી 4 બેઠકની પેટા ચૂંટણી યોજવા સોમવારે રાજ્ય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરતા રાજકીય ગરમાટો વ્યાપી ગયો છે. ભાજપના 2 અને અપક્ષના 2 મળી 4 સભ્યોને સામાન્ય સભામાં અસભ્ય વર્તન અને નકારાત્મક વલણ દાખવી પાલિકાની ગરિમા લજવવા રિજિયોનલ કમિશ્નરે શોકોઝ નોટિસો જારી કર્યા બાદ કેસ રજિસ્ટર થયો હતો.દરમિયાન મ્યુનિસિપલ કમિશ્નરે આ ચારે કાઉન્સિલરોનું સભ્યપદ રદ કરતો હુકમ કરતા આ ચારે બેઠક ખાલી પડી હતી.

વલસાડ નગરપાલિકામાં 29 જાન્યુઆરી 2019ના રોજ મળેલી સામાન્ય સભામાં ચારેકોર ભારે શોરબકોર,બુમબરાડા અને આક્ષેપોનો ઉગ્ર માહોલ સર્જાયો હતો.આ સભામાં ભાજપના તત્કાલિકન સભ્ય ઉજેશ પટેલ,પ્રવિણ કચ્છી અને અપક્ષના રાજૂ મરચાં અને યશેષ માલી મળી ચારે સભ્યોએ એજન્ડાના મૂળ કામો સિવાયના અગાઉના લેવાયેલા નિર્ણયો અ્ને તના કામો સંબંધના મુદ્દાઓ ઉઠાવી અમુક સભ્યો અને અધિકારીઓને અપમાનિત થાય તેવુ અસભ્ય વર્તન કર્યુ હોવાની ગંભીર વિગતો અને વીડિયોગ્રાફી સાથેનો અહેવાલ સુરત પ્રાદિશિક કમિશ્નરે ગાંધીનગર કમિશ્નરને રવાના કર્યો હતો.

પ્રાદેશિક કમિશનરે આ ચાર કાઉન્સિલરોને શોકોઝ નોટિસ જારી કરી તેઓની વિરૂધ્ધ શિસ્તભંગ અંગે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-37 હેઠળ પગલાં લેવાની દરખાસ્ત સાથે 17 જૂલાઇ 2019ના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ અભિપ્રાય રજૂ કર્યો હતો.

સમયાંતરે આ કેસ ચાલ્યા બાદ 25 માર્ચ 2021ના રોજ રાજ્યની મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કચેરીના કમિશ્નરે વલસાડ પાલિકાના આ ચાર કાઉન્સિલરોને સભ્યપદેથી ગેરલાયક ઠેરવી તેઓનું સભ્યપદ રદ કરી દેતા આ ચારે બેઠક ખાલી પડી હતી.જેની પેટા ચૂંટણી યોજવા 6 સપ્ટેમ્બર 2021ના રોજ કમિશ્નરે રાજ્યની 39 પાલિકામાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરી છે.

13 સપ્ટેમ્બરે જાહેરનામુ પ્રસિધ્ધ થશે, 5 ઓક્ટોબરે મતગણતરી
ચૂંટણી જાહેરાતની તારીખ- 6 સપ્ટેમ્બર 2021, જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની તારીખ- 13 સપ્ટેમ્બર 2021, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ- 18 સપ્ટેમ્બર 2021, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ- 20 સપ્ટેમ્બર 2021, ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની તારીખ- 21 સપ્ટેમ્બર 2021, મતદાનની તારીખ- 3 ઓક્ટોબર 2021, મતગણતરીની તારીખ- 5 ઓક્ટોબર 2021

અન્ય સમાચારો પણ છે...