વિકાસને નવી દિશા:મુંબઇ-અમદાવાદ વચ્ચે બૂલેટ ટ્રેનનું વાપીમાં સૌથી મોટું પ્લેટફોર્મ બનશે

વલસાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી મોટા સ્ટેશનની કામગીરી વાપી ખાતે ચાલી રહી છે,પિલરોની કામગીરી પૂરજોશમાં

મુંબઇ-અમદાવાદ વચ્ચે ચાલનારી બૂલેટ ટ્રેનના પ્રોજેકટ માટે વાપીના ડુંગરા ખાતે કામગીરી ચાલી રહી છે. ડુંગરા ખાતે 600 કરોડના ખર્ચે 1.2 કિ.મી. નું પ્લેટફોર્મ બનાવામાં આવશે. તાજેતરમાં વાપીના સ્ટેશનની ડિઝાઇન બહાર આવી છે. આ ઉપરાંત વાપી ખાતે ચાલી રહેલી કામગીરીની નવી તસ્વીરો બહાર આવી છે. આ પ્રોજેકટ પૂર્ણ કરવના રાત-દિવસ કામગીરી ચાલી રહી છે. બૂલેટ ટ્રેનના પ્રોજેકટ માટે વાપી તથા આજુબાજુના વિસ્તારોની ગામોમાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી છે. મુંબઇ-અમદાવાદ વચ્ચે સૌથી મોટા પ્લેટફોર્મના કારણે દિલ્લીથી સમગ્ર પ્રોજેકટનું મોનિટરિંગ થઇ રહ્યું છે.

મુંબઈ -અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરમાં બૂલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે, પરંતુ મુંબઇ-અમદાવાદ વચ્ચે બૂલેટ ટ્રેનનું સૌથી મોટુ રેલવે પ્લેટફોર્મ વાપી ખાતે બની રહ્યું છે. 1200 મીટર લાંબા પ્લેટફોર્મ માટે 30 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. 600 કરોડના ખર્ચે ખાનગી એજન્સીની ટીમ રેલવે સ્ટેશનના નિર્માણની કામગીરી રાત-દિવસ કામ રહી છે. બીજી તરફ વાપી તથા આજુબાજુ વિસ્તારના ખેડૂતોને જમીન વળતરના 100 ટકા નાણાં ચુકવી દેવામાં આવતાં આ પ્રોજેકટમાંથી અવરોધો દુર થયાં છે.

વાપીમાં એરપોર્ટ અદ્યતન સ્ટેશનથી ઉદ્યોગોને લાભ
મુંબઇથી અમદાવાદ વચ્ચે બૂલેટ ટ્રેનમાં વાપીનું રેલવે સ્ટેશન સૌથી લાંબુ રેલવે સ્ટેશન બની રહ્યું છે. વાપીમાં ડુંગરા વિસ્તારમાં હાલ બુલેટ ટ્રેનના અદ્યતન સ્ટેશન બનાવવાની કામગીરી હવે અહીથી પસાર થતાં લોકોને પણ જોવા મળી રહી છે. વાપીમાં એરપોર્ટ જેવા અદ્યતન સ્ટેશનને કારણે આ વિસ્તારનો અનેકગણો વિકાસ થશે. વાપી જીઆઇડીસી દાનહ અને દમણના ઉદ્યોગોને આ ટ્રેન પ્રોજેક્ટ થકી ખૂબ મોટો લાભ મળશે. હાલ વાપીથી લઈ સુરત સુધી પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. જોકે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થતાં 2024 સુધીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેન લઈ રાત દિવસ બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે.

બુલેટ ટ્રેનના રૂટ પર 12 સ્ટેશનો હશે
મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 12 સ્ટેશન છે. 508 કિલોમીટરનો બુલેટ ટ્રેન રૂટ છે. જેમાં 155 કિલોમીટર મહારાષ્ટ્રમાં, 4.3 કિલોમીટર દાનહમાં અને 348 કિલોમીટરનો રૂટ ગુજરાતમાં હશે.
મહારાષ્ટ્રમાં 4 અને 8 સ્ટેશન ગુજરાતમાં હશે
જે મહત્વના 12 સ્ટેશનો છે. તેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર મહારાષ્ટ્રના સ્ટેશન જ્યારે વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ગુજરાતના સ્ટેશનો હશે.

અન્ય સમાચારો પણ છે...