તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વલસાડના તિથલરોડ પર તૂટેલી લાઇન પાલિકાએ રિપેર ન કરતાં 15 દિવસથી 2000 રહીશોને પાણી પીવાના પણ ફાંફા

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિહિલ શાંતિનગર સહિત 5 સોસાયટીઓની મહિલાઓનો પાલિકા, પાણી પુરવઠા અને કલેકટર કચેરીએ મોરચો
 • પાલિકા અને પંચાયત અને આરએન્ડબીની એકબીજાને ખો

વલસાડ શહેરના તિથલ રોડ વિસ્તારમાં ભાગડાવડા પંચાયત હદમાં આવતી સોસાયટીઓમાં પાલિકા દ્વારા 200 જેટલા હદ બહારના નળજોડાણ આપ્યા છે.પરંતુ તિથલ રોડ ફોરલેન માટે જેસીબીથી ખોદકામ થતાં નળ જોડાણની પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે.આ લાઇન રિપેર કરવા પાલિકાએ ખાત્રી આપવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં 15 દિવસથી આ વિસ્તારોના 2 હજાર જેટલા લોકોને પાણીનો પુરતો પુરવઠો ન મળતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.આ મામલે કોઇ નિરાકરણ ન થતાં રહીશોને પાણીના ફાંફા પડી રહ્યા છે.જેનો કોઇ ઉકેલ ન આવતાં સ્થાનિક રહીશો અને મહિલાઓએ પાલિકા,પાણી પુરવઠા અને કલેકટર કચેરીએ મોરચો માડી વિરોધ રજૂ કર્યો હતો.

R&Bના ઇજનેરના ઘરે પાણી મળતું નથી
R&Bના કાર્યપાલક ઇજનેર એન.એન.પટેલને રજૂઆત કરી તો તેમણે કહ્યું કે, તિથલ રોડ બાંધકામની કામગીરીમાં લાઇનને નુકસાન થશે તો તેની મરામત કરવા ખુદ પાલિકાના અધિકારીઓએ રિપેર કરવાની ખાત્રી આપી હતી. જેને લઇ તેમના ઘરે પણ પાણી આવતું નથી.

પાણી વેરો ભરવા છતાં સમસ્યાનો ઉકેલ નથી
ભાગડાવડા પંચાયતની હદમાં આવતાં આ વિસ્તારોની સોસાયટીઓમાં વલસાડ પાલિકા દ્વારા હદ બહારના કનેક્શનો આપ્યા છે.જેનો વાર્ષિક વેરો રૂ.2500 ચૂકવવામાં આવે છે.તેમ છતાં પાલિકા દ્વારા પણ આ સમસ્યા અંગે કોઇ નિરાકરણ થતું નથી.

આ સોસાયટીઓમાં પાણીની સમસ્યા છે

 • પાલિહિલ
 • તિથલરોડ સોસાયટી
 • શાંતિનગર સોસાયટી
 • પ્રમુખ પાર્ક
 • સાઇશ્રધ્ધા એપાર્ટમેન્ટ
 • પલક આર્કેડ આઇટી ઓફિસ
 • યુનિયન બેંક
 • પ્રેમકુટિર એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોની 2 હજાર જેટલી વસ્તીને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

રહીશોએ આ મુદ્દા કલેકટર સમક્ષ ઉઠાવ્યા

 • હદ બહાર હોવાથી છેલ્લા 1 વર્ષથી પાલિકા દ્વારા પાણીની નક્કર સુવિધા મળતી નથી
 • રોડ બાંઘકામ માટે આરએન્ડબીની કામગીરીથી સ્થિતિ બગડી છે
 • જેસીબીના કારણે ઘરગથ્થુ પાણીની લાઇન તૂટતાં નુકસાન થયું છે

700 ખર્ચી ટેન્કર મગાવવુ પડે છે
રહીશોએ રજૂઆત કરતા કહ્યું કે, ભાગડાવડા વિસ્તારમાં અમારી સોસાયટીઓ છે, પણ આ વિસ્તારમાં પંચાયતની પાણીની સુવિધા ન હોવાથી અમોને રસ્તા પાણીલાઇટની સુવિધાઓ મળે તે માટે પાલિકામાં જાડોવા તૈયાર છીએ. કારણ કે પાણીની લાઇન તૂટી જતાં સોસાયટીના રહીશોને રૂ.700 ખર્ચીને પીવાના પાણીના ખાનગી ટેન્કર મગાવવા પડી રહ્યા છે.જે બે દિવસ ચાલે છે.પંદર દિવસ દરમિયાન 200 પરિવારોને 8 દિવસ તો ટેન્કર મગાવવુ પડે છે. જેમાં કુલ રૂ.1.40 લાખ ભોગવવા પડ્યા છે.

ભાગડાવડા પંચાયત વિસ્તારમાં હોવાનું કહી નગરપાલિકા હાથ ઉંચા કરે
અમને હદ બહારના વિસ્તાર તરીકે પાલિકાએ જોડાણો આપ્યા છે.તિથલ રોડ ફોરલેન બાંધકામની કામગીરીમાં જેસીબી દ્વારા ખોદકામ થતાં પાણીની લાઇન તૂટી ગઇ છે.જેનાથી રહીશોને 15 દિવસથી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.લાઇન લિેકેજથી પાણી તિથલ રોડ પર પ્રસરી જાય છે.પાલિકા અધિકારીઓને જાણ કરવા છતાં ભાગડાવડા ગામની હદ હોવાનું જણાવી તેઓ છટકી જાય છે. > નિલેશ મોદી,સ્થાનિક આગેવાન

પાણીનો પુરવઠો નિયમિત અને પુરતો ન મળતાં હાલાકી
અમારા વિસ્તારમાં પાણીની લાઇન દ્વારા પુરવઠો અપાય છે પરંતુ તિથલ રોડનું નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે તેના કારણે પાણીની લાઇનો તૂટી ગઇ છે.જેના કારણે લિકેજ થાય છે અને પાણી મળતું નથી.અમોએ વારંવાર પાલિકા,પંચાયત કચેરી સુધી રજૂઆતો કરી પણ કાયમી ઉકેલ આવ્યો નથી.જેના કારણે પૂરતા પાણીના અભાવે રોજબરોજ ખુબ મુશ્કેલી સર્જાઇ રહી છે. - ચૈતાલીબેન,સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો