ક્રાઇમ:ધોબી તાળવના બુટલેગરે પાડોશી યુવકને માર માર્યો

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાતમી આપતો હોય કહી હુમલો કર્યો

વલસાડ શહેરના ધોબી તળાવ બાપા સીતારામ મંદિર પાસે બુટલેગરોએ બાજુમાં રહેતા યુવકને ઠીકકામુક્કીનો માર માર્યો હતો. યુવક પોલીસને બુટલેગરો અંગે બાતમી આપતો હોવાનો વહેમ રાખી યુવકને માર માર્યો હતો. યુવકની પત્નીએ સીટી પોલીસ મથકે બુટલેગરોના નામ જોગ ફરિયાદ અરજી કરી છે.

વલસાડ શહેરના ધોબી તળાવ બાપા સીતારામ મંદિર પાસે રહેતો યુવક જીતેન પટેલ નજીકમાં રહેતા બુટલેગરો અંગે પોલીસને ચક્કસ બાતમી આપતો હોવાનો વહેમ રાખીને ઝઘડો કર્યો હતો. મંગળવારે યુવકના ઘરે આવી યુવક ઉપર બુટલેગરોએ ઠીકકામુક્કીનો માર માર્યો હતો. યુવકની પત્ની અંકિત પટેલે વલસાડ સીટી પોલીસ મથકે પતિ પર હુમલો કરનાર બુટલેગરોના નામ જોગ ફરિયાદ અરજી કરી હતી. પોલીસે અંકિતની અરજી લઈને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...