તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બુટલેગર દંપતિએ પોલીસથી બચવા માર્ગમાં કેમેરા ગોઠવ્યાં

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં ચોરખાનામાંથી 5 હજારનો દારૂ પણ કબજે

વલસાડ પોલીસના ચોપડે પ્રોહિબિશન ગુનાના લિસ્ટેડ અને વોન્ટેડ બુટલેગર દંપતિએ હાલર વશી ફ‌ળિયા વિસ્તારમાં રેડ કરવા આવતી પોલીસથી બચવા ઘર તરફ જતાં રસ્તા ઉપર સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હતા.જો કે રવિવારે તેમને પકડવા ગયેલી પોલીસ વ્યુહાત્મક રીતે બુટલેગરના ઘરે પહોંચી જતાં બંન્ને પતિ પત્ની પોલીસના સિકંજામાં સપડાઇ ગયા હતા.

વલસાડના હાલર વશી ફળિયા વિસ્તારમાં શ્રીરંગ એપા.ના પાછળના ભાગે રહેતા લિસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફ મિથુન મોહન સુરતી અને તેની પત્ની રેખા નિલેશ ઉર્ફ મિથુન સુરતી પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ જાહેર કરાયા હતા.લાંબા સમયથી તે આરોપી પકડાયા ન હતા.વલસાડ સિટી પોલિસના કો.સંદેશ લક્ષ્મણ,રણછોડ મોતીભાઇ પંચો સાથે આ વોન્ટેડ બુટલેગર દંપતિને ઝડપી પાડવા માટે રવિવારે અચાનક રેડ પાડવા પહોંચી ગયા હતા.

પરંતુ તપાસ દરમિયાન બુટલેગર દંપતીએ પોલીસને તેમના ઘર તરફ આવતા રસ્તા ઉપર સીસીટીવી કેમેરા ગોઠવેલા નજરે પડ્યા હતા. આ કેમેરાની મદદથી બુટલેગરો રેડ કરવા માટે આવતી પોલીસને ચકમો આપી ભાગી શકે તે માટે ગોઠવેલા હોવાનું માલુમ પડ્યું હતું.જો કે પોલીસે બંન્ને બુટલેગર દંપતિને ઝડપી લઇ તેમના ઘરના પાછળથી રૂ.4800નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.આ દારૂ તેમણે ઘરની બારી પાસે ચણતર કરી ચોરખાનુ બનાવ્યું હતું તેમાંથી મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો