તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડમાં તિથલ રોડ ચાર ટ્રાફિક સર્કલ પાસે ટ્રાફિક કન્ટ્રોલ કરવા માટે નડતરરૂપ બનેલા પાલિકાના બુસ્ટર પંપહાઉસની પાકી કેબિન સોમવારે પાલિકાએ જ તોડી પાડી હતી.આ સાથે અહિ નીરા કેન્દ્ર્ની કેબિન પણ સંસ્થા દ્વારા સ્વૈચ્છિક રીતે દૂર કરી દેવામાં આવી હતી.દિવ્ય ભાસ્કરે 1 ડિસેમ્બરના રોજ પ્રસિધ્ધ કરેલા અહેવાલના પગલે એસપીએ આ મુદ્દો ગંભીરતાથી લઇ પાલિકાને સૂચના આપી હતી.સોમવારે પાલિકા દ્વારા બુસ્ટર પંપ હાઉસનો ઉપરનો ભાગ તોડવાથી શરૂઆત કરી હતી.
વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ તિથલ રોડ ટ્રાફિક સર્કલ પર વર્ષોથી સર્જાતી સમસ્યાના ઉકેલ માટે દિલ્હીની કન્સલટન્ટ એજન્સી, પાલિકા,આરએન્ડબી સાથે સરવે હાથ ધર્યા બાદ ઇન્ટરનેશનલ સ્તરની ટ્રાફિક ડિઝાઇનને ધ્યાને લઇ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરાવ્યો છે. આ દબાણ હાલર રોડથી આવનારા વાહનો ડાબો ટર્ન લઇ એસપી કચેરી સુધી જવામાં નડતરરૂપ ઉભું હતું.
ટ્રાફિક સર્કલ પાસે પોસ્ટ ઓફિસની કમ્પાઉન્ડને અડીને પાલિકાનું બુસ્ટર પંપ હાઉસ,વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર અને 3 કેબિનો નડતરરૂપ હોવાથી ટ્રાફિકના સરળ વહન માટે અવરોધક બન્યા હતા. જે અંગે 1 ડિસેમ્બરે દિવ્યભાસ્કરે અહેવાલ પ્રસિધ્ધ કરતાં એસપી ડો.ઝાલાએ આ બાબત ધ્યાને લઇ પાલિકાને સૂચના આપી હતી. જેથી લોકોને ટ્રફિકમાંથી મુક્તિ મળશે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.