તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:સિલધા પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી યુવકની ઝાડ પર ફાંસો ખાધેલી લાશ મળી

નાનાપોઢાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુલાકાત બાદ મન દુ:ખથી ભરેલું પગલું

કપરાડાના બાલચોઢી ગામના માની ફળીયામાં રહેતો યુવાન ને સિલધા ગામની યુવતી શીતલ સાથે આંખ મળી જતા પ્રેમમાં પડ્યા હતા. સામે હોળી તહેવાર હોવાથી પ્રેમી પોતાના ઘરેથી પ્રેમિકાને મળવા સિલ્ધા પહોંચી ગયો હતો. પરંતુ ત્યાં પ્રેમિકાને મળવાને બદલે ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી હતી.

કપરાડાના બાલચોઢીગામે માની ફળીયામાં રહેતા 20 વર્ષીય અજિતભાઈ ધીરુભાઈ વરઠા તેઓ હોળીની રાત્રે પ્રેમિકા શીતલને મળવા સિલ્ધા ગયા હતા. પરંતુ રાત્રી દરમિયાન પ્રેમિકા શીતલ અને પ્રેમી અજિત વચ્ચે કોઈ કારણોસર મનદુઃખ થતા અજિતે સિલધા ઉંમર ફળીયામાં રોડની બાજુમાં એક ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટનાને પગલે યુવાનના પરિવારજનો અને કપરાડા પોલીસ ઘટના સ્થળ ઉપર ધસી ગયા હતા. પોલીસે ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી પંચકેસ કરી લાશને ઉતારી પીએમ માટે મોકલી હતી. કપરાડા પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કપરાડા તાલુકા વિસ્તારમાં યુવાનોમાં પ્રેમ પ્રકરણને લઇ આપઘાતના બનાવો ચિંતા જનક રીતે વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો