મૃતદેહ મળ્યો:દાદરા નગર હવેલીના મસાટ ગામના ગુમ થયેલા યુવાનની લાશ ખેતરમાથી મળી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકની હત્યા થઇ છે કે પછી મોતનુ બીજુ કોઈ કારણ છે તે પીએમ રિપોર્ટ બાદ સામે આવશે

વલસાડ જિલ્લા નજીક આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ ગામના ખાડીપાડા વિસ્તારમા રહેતો યુવાન જે 5 દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈક મિત્ર સાથે બહાર ગયો હતો ત્યારબાદ પરત ઘરે પરત ન આવતા યુવકના પરિવારના લોકોએ યુવકની શોધખોળ હાથ ધરી હતી. સેલવાસ પોલીસ મથકે યુવક ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી જે યુવાનની લાશ ખેતરમાથી ડીકંપોશ હાલતમા મળી આવી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, નરેશ ઈશ્વરભાઈ શીંડા (ઉ.વ 23. રહેવાસી ખાડીપાડા,મસાટ.) જે 5 દિવસ પહેલા કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઘરે આવ્યા હતા. ત્યારબાદ એને મૂકીને આવુ એમ કહી નીકળ્યા હતા. પરંતુ નરેશ ઘરે સાંજ સુધી પરત આવ્યો ન હતો એના પરિવારના લોકોએ એના મોબાઈલ પર પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ મોબાઈલ સ્વીચ ઓફ બતાવતો હતો.

ત્યારબાદ પરિવારના લોકોએ નરેશ ગુમસુદા અંગેની ફરિયાદ નોંધાવી હતી બુધવારના રોજ સાંજે અચાનક એમના ઘરથી થોડે દુર ખેતરમાથી નરેશની લાશ મળી આવી હતી. જે એકદમ ખરાબ હાલતમા હતી આ ઘટનાની જાણ થતા એસપી સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પોહચી હતી અને લાશનો કબ્જો લઇ પીએમ માટે સિવિલ હોસ્પીટલમા લઇ જવામા આવી છે.

નરેશ પરિણીત છે અને એના ત્રણ સંતાનો પણ છે નરેશની હત્યા થઇ છે કે પછી મોતનુ બીજુ કોઈ કારણ છે એ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. આ ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ મસાટ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...