46 બળદના મોતનો મામલો:કપરાડા RTO ચેકપોસ્ટ પાસે કન્ટેનરમાંથી મૃતદેહ મળ્યા હતા. ગૂંગળાઈ જવાથી મોત થયાનું તારણ

વલસાડએક મહિનો પહેલા
  • કન્ટેનરમાં ભરી બળદોને કતલખાને લઈ જવાતા હોવાનું અનુમાન

વલસાડ જિલ્લાના કપરાડા RTO કચેરી પાસે મહારાષ્ટ્રથી આવતા વાહનોનું વાહન ચેકીંગ કરતી પોલીસની ટીમને જોઈને મહારાષ્ટ્ર તરફ જતા રાજસ્થાન પસિંગના કન્ટેનર ચાલકે કન્ટેનર મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસને શંકા જતા કન્ટેનરમાં ચેક કરતા કન્ટેનરમાંથી ક્રુરતાપૂર્વક ભરેલા 46 બળદો મૃત હાલતમાં મળ્યા હતા. ભિલાડ પોલીસે તાત્કાલિક જિલ્લા અને તાલુકા પશુ આરોગ્ય વિભાગની ટીમની મદદ લઈને ઘટના સ્થળે તમામ બળદોનું PM કરાવવામાં આવ્યું હતું. તમામ બળદોનું શ્વાસ રુધાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક PM રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. તમામ બળદોને અંદાજે 12થી 24 કલાક દરમ્યાન મૃત્યુ પામ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. તમામ બળદો ગિરની ક્રોસ બ્રિડના બળદો હોવાનું જાણવા મળ્યું હતું.

વલસાડ જિલ્લામાં ગણેશ પર્વને લઈને જિલ્લાની ચેકપોસ્ટ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લાવવા જિલ્લા પોલીસ દ્વારા કપરાડા સહિતની ચેકપોસ્ટ ઉપર રાજ્ય બહારથી આવતા માટે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. જે અંતર્ગત કપરાડા પોલીસ દ્વારા કપરાડા RTO ચેકપોસ્ટ પાસે પોલીસનું વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. જે દરમિયાન નાસિક તરફ જતા રાજસ્થાન પાસિંગના કન્ટેનરના ચાલકે પોલીસનું વાહન ચેકીંગ જોઈને પકડાઈ જવાની બીકે કન્ટેનર રસ્તા ઉપર મૂકી બાજુમાં ભાગી છૂટ્યો હતો. પોલીસ જવાનોને કન્ટેનર બિનવારસી મળી આવતા કન્ટેનરમાં ચેક કરતાં ક્રુરતા પૂર્વક ભરેલા 46 મૃત બળદો મળી આવ્યા હતા. કપરાડા પોલીસે તાત્કાલિક તાલુકા અને જિલ્લા પશુ ચિકિત્સકની ટીમની મદદ લઈને મૃત બળદોનું PM કરવી આગળની તજવીજ હાથ ધરી હતી. તાલુકા પશુ ચિકિત્સકની ટીમે 46 બળદોનું PM કરતા ગીર ક્રોસ બ્રિડના બળદો હોવાનું જાણવા મળ્યું હતું. તમામ બળદોનું શ્વાસ રૂંધાઇ જવાથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. અને નજીકમાં ખાડો ખોદી તમામ બળદોને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

કન્ટેનરની આગળ પાછળની નંબર પ્લેટ ડુપ્લીકેટ હોવાનું જાણવા મળ્યું
કન્ટેનરમાં મૃત હાલતમાં બળદો મળી આવતા કપરાડા પોલીસે નંબર પ્લેટના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં ચેક કરતા કન્ટેનરની આગળ અને પછની નંબર પ્લેટ ડુપ્લીકેટ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...