તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જિલ્લામાં 4 દિવસથી પ્રતિદિન સરેરાશ 18 કેસની ઝડપ

વલસાડ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા, 4 દિવસમાં આંકડો 73 પર પહોંચ્યો

જાન્યુઆરી, ફેબ્રુઆરીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો હતો.લોકો કોવિડ-19ના નિયમોને તાક ઉપર મૂકીને મુકતપણે વિહારે ચઢ્યા હતા.જાણે કોરોના જતો રહ્યો હોય તેમ માસ્ક,દો ગજકી દૂરી,સેનેટરાઇઝ બધુ જ અભરાઇએ ચઢાવી દેવામાં આવ્યું હતું.જેના પરિણામ માર્ચથી શરૂ થઇને આ સિલસિલો અપ્રિલમાં વધુ જોખમી બની ગયો છે.હવે માસ્ક પહેરવા માડ્યા છે અને વેક્સિન આવી ગઇ છે છતાં કોરોના બેલગામ બની ગયો છે.

સંક્રમણ ટોચ તરફ પ્રયાણ કરી રહ્યો છે જે એપ્રિલના 4 દિવસમાં 73 કેસ નોંધાતા લાગી રહ્યું છે.રવિવારે વધુ 16 કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા.જેમાં વલસાડ તાલુકામાં સૌથી વધુ 9 કેસ જોવા મળ્યા હતા.વલસાડમાં કેસનો આંકડો 1થી 3 એપ્રિલ સુધી નોંધાયેલા 35 કેસથી વધીને 4 એપ્રિલે 44 પર પહોંચી ગયો હતો. વલસાડ જિલ્લામાં ખાસ કરીને વલસાડ તાલુકામાં કેસોની સંખ્યા ચિંતા જનક વધી છે.

વલસાડમાં ક્યાં 9 કેસ નોંધાયા
નનકવાડામાં 53 વર્ષીય આધેડ,ડેિસ્પેન્સરી રોડ પર 60 વર્ષીય વૃધ્ધા,ડુંગરી રેલિયા ફ.માં 33 વર્ષીય યુવાન,હાલર રોડ પર 43 વર્ષીય મહિલા અને 77 વર્ષીય વૃધ્ધ,સંગીતા એપા.વશી ફ.25 વર્ષીય મહિલા,પાલિહિલ-3માં 33 વર્ષીય યુવાન,કચીગામ દેસાઇ ફ.માં 38 વર્ષીય મહિલા,અબ્રામામાં 31 વર્ષીય યુવાન

પારડીમાં 4, વાપીમાં 2 અને ઉમરગામમાં 1 કેસ
પારડીમાં મોટી કોળીવાડ,પલસાણામાં 32 વર્ષીય મહિલા,41 વર્ષીય યુવાન,સોનવાડા ઉગમણા ફ.માં 53 વર્ષીય આધેડ,સુખેશ દેવજી ફ.માં 46 વર્ષીય મહિલા,વાપી ગીતાનગરમાં 21 વર્ષીય યુવતી, ચલા રામગંગા એપા.માં 41 વર્ષીય યુવાન,ઉમરગામ સંજાણમાં 38 વર્ષીય યુવાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો