ચોમાસું જામ્યુ:વલસાડ જિલ્લામાં સરેરાશ દોઢથી અઢી ઇંચ વરસાદ

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાપી 2.5,ઉમરગામ 2,પારડી પોણા 2, વલસાડમાં દોઢ ઇંચ

વલસાડ જિલ્લામાં સોમવારે તમામ તાલુકામાં સરેરાશ દોઢ થી અઢી ઇંચ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.આ સાથે ખેડૂતો ડાંગરની ખેતીના વાવેતરની કામગીરીમાં જોતરાઇ ગયા હતા.વલસાડમાં દોઢ ઇંચ,ઉમરગામમાં 2 ઇંચ,પારડીમાં 2 ઇંચચચ અને વાપીમા સૌથી વધુ અઢી ઇંચ વરસાદ થતાં માર્ગો પર પાણી પાણી થઇ ગયા હતા.કાંઠામાં તેજ પવન ફૂુંકાતા કેટલાક વિસ્તારોમાં કાચા ઘરના પતરાં ઉડ્યા હતા,તો મગોદમાં જુનું વૃક્ષ પડી ગયું હતું.

ચોમાસું જામી જતાં ખાસ કરીને ધરતીપૂત્રોની ચિંતામાં ઘટાડો
જૂલાઇમાં મેઘરાજાએ જોર પકડવાનું શરૂ કરી દેતાં લોકોમાં ભારે રાહતની લાગણી જોવા મળી રહી છે.છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં ચોમાસું જામી જતાં ખાસ કરીને ધરતીપૂત્રોની ચિંતામાં ઘટાડો થયો છે.વાવેતરની કામગીરી છેલ્લા 15 દિવસથી અટકી પડી હતી.જેના કારણે ખેડૂતો વરસાદની ચાતકની જેમ રાહ જોઇ રહ્યા હતા.દરમિયાન બે દિવસથી મેઘરાજાની અમીકૃપા થતાં જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડતાં ખેતરોમાં ધરતીપૂત્રો વાવેતર કરતા જોવા મળી રહ્યા છે.વલસાડ જિલ્લામાં ગત રાત્રે 10 થી સોમવારે સાંજે 4 સુધી હળવા ભારે વરસાદનો સિલસિલો સમયાંતરે ચાલૂ રહ્યો હતો.જેના કારણે ચોમાસાના વાતાવરણના દશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા.આ સાથે ભારે પવન થતાં કાંઠાના વિસ્તારોમાં કેટલાક કાચા ઘરના પતરાં ઉડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...