તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીની ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર ફૂલ:કોવિડ હોસ્પિટલ સિવિલ ખાતે 300 બેડની વ્યવસ્થા અકબંધ

વલસાડ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • કેસ વધે તો વલસાડ સિવિલ કે ત્યાંની ખાનગી હોસ્પિટલમાં જવાની નોબત

ગત વર્ષે કોરોના પીક ઉપર હતો ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે કુલ 800થી ‌વધુ બેડની વ્યવસ્થા તૈયાર રાખી હતી.જો કે જાન્યુઆરી-2021થી ફેબ્રઆરી સુધીમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થવા માડ્યો હતો,જેને લઇ ચિંતા ઓછી થઇ ગઇ હતી,પરંતું કોવિડ-19ના નિયમોની અનદેખીના કારણે ફરીથી કોરોનાએ ઉથલો મારતા માર્ચ અને એપ્રિલમાં સંક્રમણે પૂન: માઝા મૂકી છે.

આ સંજોગોમાં તંત્રએ જિલ્લાની મુખ્ય 5 ખાનગી હોસ્પિટલોમાં કોવિડ બેડ તૈયાર રાખવા પડ્યા છે. જ્યારે સરકારી કોવિડ હોસ્પિટલ સિવિલ ખાતે 300 બેડની વ્યવસ્થા અકબંધ રાખવામાં આવી છે.5 એપ્રિલના રોજ વધુ 16 દર્દીઓ સામે આવતાં એપ્રિલના પ્રથમ 5 દિવસમાં કોરોના ગાંઠતો નથી.આ ગાળામાં કુલ 89 દર્દી કોરોના પોઝિટિવ થઇ ચૂક્યા છે.જેને લઇ બીજી કોરોનાની બીજી લહેરની તીવ્રતાનો ખ્યાલ આવી રહ્યો છે.

વલસાડ સિવિલથી વેન્ટિલેટરો સુરત SMCના કચરાની ટ્રકમાં ભરાતા વિવાદસુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાતાં સુરત એસએમસી સત્તાધીશોએ વલસાડ સિવિલ હોસ્પિટલથી 10 વેન્ટિલેટર મંગાવી લેતાં વલસાડ જિલ્લામાં સંભવિત ઇમરજન્સીના કોરોના ગંભીર દર્દીઓની સારવાર હાલ કોઈ ગંભીર અછત વર્તાઈ તેવુ જણાતું નથી. કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે ટ્રકોમાં ભરીને લઇ જવાયેલા વેન્ટિલેટરોને લઈ લોકોમાં અનેક ચર્ચા છે.

કયા ખાનગી હોસ્પિટલમા કેટલા બેડ- વેન્ટિલેટર

હોસ્પિટલBed VentiICU BedHDUIsola.Bedકુલ
હરિયા,વાપી676625
કસ્તુરબા,વલસાડ31201025
લોટસ વલસાડ922417
મૃણાલ,વલસાડ466319
અમિત,વલસાડ1101315
કુલ23281436101

​​​​​​​

સિવિલ હોસ્પિટલમાં કેટલા બેડ અને વેન્ટિેલેટર

​​​​​​​

હોસ્પિટલICU વીથ Ventil.HDU બેડIsol.બેડકુલબેડ
વલસાડ સિવિલ34153113300

​​​​​​​

વાપીમાં કોવિડના દર્દીઓ માટે 250 બેડ, વેન્ટિલેટર માત્ર 32
વાપીમાં કામદાર હોસ્પિટલ જનસેવા, હરિયા હોસ્પિટલ અને 21 ફર્સ્ટ સેન્ચુરીમાં કોરોના દર્દી માટે 250થી વધુ બેડની સુવિધા છે પરંતુ વેન્ટિલેટરની સંખ્યા માત્ર 32 છે. કામદાર હોસ્પિટલમાં 10, હરિયા હોસ્પિટલમાં 15, 21 ફર્સ્ટ સેન્ચુરીમા 5 અને જનસેવામાં 2 મળી કુલ 32 વેન્ટિલેટર હોવાથી કોરોના દર્દી નવા આવતા હોય અછત વર્તાવી રહી છે.

વાપીમાં કોરોનાના કેસો ઓછા હોવાનો દાવો તંત્ર કરી રહ્યુ છે, પરંતુ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. વાપી શહેરમાં કોરોનાના કેસો વધે તો કામદાર હોસ્પિટલ,21 સેન્ચુરી હોસ્પિટલ,હરિયા અને જનસેવા હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ વેન્ટીલટરની અછત છે. ખાનગી હોસ્પિટલોમાં હાલ વેન્ટીલેટર ફુલ છે.

કોરોનાના કેસો વધે તો વેન્ટીલેટર માટે દર્દીને વલસાડ સિવિલ કે વલસાડની ખાનગી હોસ્પિટલ લઇ જવું પડે તેવી સ્થિતિ છે. જેથી કલેકટર,આરોગ્ય વિભાગ અને વાપીના જવાબદાર અધિકારીઓ વેન્ટીલેટરની સંખ્યામાં વધારો થાય તે દિશામાં પગલા ભરે તે જરૂરી છે.

વાપીમાં વેન્ટીલેટર વધારવાની જવાબદારી તંત્રની છે
ખાનગી હોસ્પિટલના તબીબે જણાવ્યુ હતું કે વાપીની હોસ્પિટલોમાં બેડની સંખ્યા પુરતી છે. કેસો વધે તો પણ બેડ દર્દીને મળી રહેશે, પરંતુ વેન્ટીલેટર મળી રહેશે નહિ. કારણ કે હાલ હોસ્પિટલમાં વેન્ટીલેટરનો અનેક દર્દીઓ ઉપયોગ કરી રહ્યાં છે. આવા સંજોગોમાં કેસો વધે તો વેન્ટીલેટરની અછત રહેવાની પુરેપુરી સંભાવના છે. વેન્ટીલેટર વધાવાની જવાબદારી તંત્રની છે.

ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ વધુ છતાં કોઇ નોંધ નહિ
વાપીની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ આવી રહ્યાં હોવાની માહિતી મળી રહી છે, ધીમે-ધીમે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે, બીજી તરફ વાપીમાં આરોગ્ય વિભાગ વેક્સિનેશનની ઝૂંબેશમાં વ્યસ્ત છે, જેથી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ અંગે ચકાસણી થાય તેવી માગ ઉઠી રહી છે. કોરોના પોઝિટિવના દર્દીના સંબંધીઓ પણ કોેરોનાના કેસો ખાનગી હોસ્પિટલમાં હોવાનું જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો