વલસાડ જાગી:દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરી કુલ 15 સ્થળોએથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

વલસાડ20 દિવસ પહેલા

રાજ્યમાં ચાલી રહેલા લઠ્ઠાકાંડને લઈને વલસાડ સીટી પોલીસ સહિત તાલુકાની પોલીસે દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી હતી. વલસાડ સીટી પોલીસે દેશી દારૂના 7 અડ્ડા ઉપર રેડ કરીને 8 ઇસમોને દેશી દારૂ વેંચતા ઝડપી પાડયા હતા. જ્યારે રૂરલ પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં 5 દેશી દારૂના અડ્ડાઓ ઉપર છાપા મારીને 5 મહિલાઓને ઝડપી પાડી હતી. જ્યારે ડુંગરી પોલીસે 3 દેશી દારૂના અડ્ડા ઉપર હાઉસ રેડ કરીને 3 ઇસમોને દારૂનો વેપલો કરતા ઝડપી પાડયા હતા.

રાજ્યમાં લઠ્ઠા કાંડની ઘટના પ્રકાશમાં આવતા વલસાડ તાલુકા પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. વલસાડ તાલુકાના 3 પોલીસ મથકોમાં આવતા દારૂના અડ્ડાઓ ઉપર પોલીસે સફળ રેડ કરી હતી. જ્યારે 15થી વધુ ઘરોમાં રેડ દરમ્યાન દારૂનો જથ્થો ન મળતા નિલ રેડ કરવામાં આવી હતી.

વલસાડ તાલુકા પંથકમાં દારૂનો વેપલો કરતા તમામ લોકોને દારૂનો વેપલો ન કરવા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી. વલસાડ સીટી પોલીસે કોસંબા સહિતના વિસ્તારોમાં ચાલી દારૂની ભઠ્ઠી ચલાવતા લોકોના ઘરે પણ હાઉસ રેડ કરી ચેક કરતા તેમની નિલ રેડ થઈ હતી.

વલસાડ પંથકમાં દારૂ બંધીનું કડકાથી અમલવારી કરાવવા કાકડ શબ્દોમાં સૂચનાઓ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વલસાડ તાલુકા સહિત જિલ્લાના તમામ પોલીસ મથકોમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર કડકાઇથી રેડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...