વેક્સિન લેવા અપીલ:વલસાડ જિલ્લામાં સમયસર કોરોનાની ૨સી મુકાવી લેવા વહીવટી તંત્રએ અપીલ કરી

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ 12 વર્ષથી 14 વર્ષના બાળકોને વેક્સિન આપવાની કામગીરી ચાલુ છે

કોરોના વાઇરસનાં સંક્રમણથી બચાવ માટેનાં પ્રયત્‍નો અને અટકાયતી પગલાં માટેની કામગીરી વલસાડ જિલ્લામાં અસરકારક રીતે કરવામાં આવી રહી છે. ભવિષ્‍યમાં કોરોનાના કેસોનું સંક્રમણ અટકાવવાનાં ભાગરૂપે જિલ્લામાં કોવિડ -19 રોગ-પ્રતિકારક ૨સીકરણ અભિયાન હાલ પણ ચાલુ જ છે. જેમાં હાલ 12 વર્ષથી 14વર્ષ વય જુથનાં (વર્ષ 2008, 2009 અને 15મી મેં 2010 પહેલાં) તથા 15થી 17 વર્ષ વય જુથનાં (2005, 2006 તથા 2007 માં જન્‍મેલા) તમામ સગીર વયનાં બાળકોને કોવીડ- 19 ૨સીનો પ્રથમ અને બીજો ડોઝ આપવાની કામગીરી સ૨કારી આરોગ્‍ય સંસ્‍થાઓ ખાતે ચાલુ છે.

વલસાડ જિલ્લામાં હાલમાં કોરોનાનાં કેસો જોવા મળી રહ્યાં નથી પરંતુ સારી પરિસ્‍થિતી જળવાઇ રહે એ માટે કોવિડ-19 ૨સીનાં બન્ને ડોઝ/ પ્રિકોશન ડોઝ લેવો ખુબજ આવશ્‍યક છે. જે વૈજ્ઞાનિક સંશોધન મુજબ કોરોનાથી બચવા માટે શરી૨માં રોગ પ્રતિકારક શક્‍તિ વધા૨વામાં ખુબજ અસ૨કા૨ક રહેવા પામી છે.

ઉક્‍ત તમામ વયજુથનાં લાભાર્થીઓ નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્‍દ્રો/અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે કોવિડ - 19 રસી આપવામાં આવી રહી છે. જેના માટે અગાઉથી ઓનલાઇન ૨જીસ્‍ટ્રેશન કરાવવાની જરૂરિયાત નથી તથા પાત્રતા ધરાવતાં રસીકરણ કેન્‍દ્ર ખાતે ન જઈ શકે એવા અસમર્થ લાભાર્થીઓએ જિલ્લા પંચાયત, વલસાડ આરોગ્‍ય વિભાગનાં હેલ્‍પ લાઈન નં.02632-253381 ઉપર ફોન કરી માહિતી આપી 48 કલાકમાં આરોગ્‍ય વિભાગ દ્વારા ઘરે કોવિડ-19 ૨સી મેળવી શકશે.

18 વર્ષથી 59 વર્ષની વયજુથનાં વ્‍યક્‍તિઓને જિલ્લાની 6 જેટલી ખાનગી હોસ્‍પિટલોમાં બુસ્‍ટર ડોઝની આપવાની કામગીરી ચાલી રહી છે, જ્‍યાં 18 વર્ષથી 59 વર્ષની વયજુથનાં વ્‍યક્‍તિઓને સ૨કા૨ની માર્ગદર્શિકા મુજબ નક્કી કરેલા દરે રસી આપવામાં આવી રહી છે, જે માટે લાભાર્થીએ અંતિમ રસીક૨ણ પ્રમાણપત્ર સાથે લઇ જવાનું રહેશે. વલસાડ જિલ્લા ખાતે 18 વર્ષથી 59 વર્ષનાં વય જુથની વ્‍યક્‍તિઓ માટે પ્રિકોશન (બુસ્‍ટ૨) ડોઝ માટેનાં કોવિડ-19 ખાનગી રસીકરણ કેન્‍દ્રોની વિગતો જોઇએ તો કસ્‍તુરબા હોસ્‍પિટલ વલસાડ મો.નં.9173235569, અમિત હોસ્‍પિટલ-વલસાડ મો.નં.9825130393, શ્રેયસ હોસ્‍પિટલ-વાપી મો.નં.99980080005, હરિયા હોસ્‍પિટલ-વાપી મો.નં.9825037502 અને નાડકર્ણી હોસ્‍પિટલ-વાપી મો.નં.9879541339 ખાતે કોવીશીલ્‍ડ તેમજ શેલ્‍બી હોસ્‍પિટલ-વાપી મો.નં.9874355588 ખાતે કોવીશીલ્‍ડ અને કોવેકસીન રસી ઉપલબ્‍ધ રહેશે.

વલસાડ જિલ્લાના કોવિડ-19 રસીકરણથી વંચિત રહેલા બાળકોના વાલીઓ કોવિડ-19 રસી અપાવી કોરોના જેવી મહામારીથી સુરક્ષિત કરવા જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...