દુષ્કર્મ:વલસાડના પારડીમાં મામના ઘરે આવેલી સગીરાને ભગાડી જનાર આરોપી તેના ઘરેથી ઝડપાયો

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પોસ્કો બાદ બળાત્કારનો ગુનો નોંધાયો

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં મામાને ત્યાં આવેલી વલસાડની 14 વર્ષીય સગીરાને ગત 13 જુલાઈના રોજ ઉદવાડા ગામનો તરોફાની દુકાન ચલાવતો વિવેક ઉર્ફે સની રમેશભાઈ પટેલ સગીરાને લલચાવી બાઈક પર બેસાડી ભગાડી ગયો હતો. જે અંગે નાનીએ પારડી પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી યુવકને તેના ઘરેથી ઝડપી પાડ્યો છે.

અપહરણની ફરિયાદ અંગે સર્કલ પીઆઇ એસ.આર ગામીતે સમગ્ર કેસમાં ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી બંનેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. વિવેક ઉર્ફે સની તેના ઘરે આવ્યો હોવાની બાતમી પોલીસને મળતા આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. બંનેને પારડી પોલીસ મથકે લાવી સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા અપહરણ બાદ વિવેક ઉર્ફે સનીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યુ હતું.

વિવેક સગીરાનું અપહરણ બાદ તેના વાડીમાં બનાવેલા ઝૂંપડામાં રહેતો હતો જ્યા સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા તેના પોસ્કો બાદ બળાત્કારનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અપહરણ કરનાર આરોપી વિવેક વિરુદ્ધ પોસ્કો, બળાત્કાર, અપહરણનો ગુનો નોંધી નવસારી સબ જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...