ખેડ સત્યાગ્રહ દિવસ:વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચિવલ ખાતે કોંગ્રેસ દ્રારા 69માં ખેડ સત્યાગ્રહ ઉજવણી કરવામાં આવી

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ્કિશ બાનુ કેસ , પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અને સરકારી કર્મચારીઓને શોષણના મુદ્દે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા

વલસાડ જિલમાં જમીન વિહોણા આદિવાસી ખેડૂતોને વર્ષ 1953માં જંગલ જમીનનો હક્ક અપાવવા માટે સતત 14 વર્ષ સુધી આદિવાસી લોકોએ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. તે આંદોલનની યાદમાં દર વર્ષે 1 સપ્ટેમ્બરને ખેડ સત્યાગ્રહ દિવસ તરીખે ઉજવવામાં આવે છે. વલસાડના પારડી તાલુકામાં સ્વ ઈશ્વર દેસાઈએ શરૂ કરેલા ખેડ સત્યાગ્રહ આંદોલનને પારડી અને દેશ અને વિશ્વ સમક્ષ મુક્યું હતું. ત્યારે ઘાસિયા આંદોલન તરીકે જાણીતા આ આંદોલન થકી આદિવાસી વિસ્તારમાં ખેત ક્રાંતિ ફેલાઈ હતી.ત્યારે આજે કોગેસ દ્રારા આજ રોજ પારડી ના ચિવલ ગામ ખાતે ઐતિહાસિક 69 કિશાન મુક્તિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ખેડ સત્યાગ્રહમાં જીગ્નેશ મેવાણી સહિત અગ્રણીઓએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરીને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.

વર્ષ 1953માં આદિવાસી વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોને જંગલ જમીન મુદ્દે ખેડ સત્યાગ્રહ કરીને 14 વર્ષ સુધી આંદોલન ચલાવ્યું હતું. અને ઇન્દિરા ગાંધી સરકારે જેની જંગલની જમીન ખેડતા ખેડૂતોને તેમના નામે જમીન કરવામાં આવી હતી. તેની યાદમાં 1લી ઓગષ્ટના રોજ ખેડ સત્યાગ્રહ દિવસને મનાવવામાં આવે છે. આજે પારડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જીગ્નેશ મેવાણી એ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર વિધાનસભાની ચૂંટણીને લઈને તેને હાલ મોકૂક કરવામાં આવી હોવાની જાહેરાત કરી હોવાનું જણાવ્યું હતું. સાથે આગામી 10મી ઓગષ્ટના રોજ વડાપ્રધાન ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેકટ રદ્દ કર્યો હોવાની જાહેરાત કરે તેવી માંગ કરી હતી. રઘુ શર્મા પ્રદેશ પ્રભારી, અનંત પટેલ, ધારાસભ્ય વાસદા, પુનાજી ગામીત, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, આયોજન કરનાર વસંત પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી 10મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન ગુજરાતમાં આવવાના છે. જો યોજના રદ્દ કરવામાં આવી હોય તો વડાપ્રધાન ગુજરાતની ભૂમિ ઉપર જાહેરાત કરે તેવી માંગણી કરી હતી. અગ્રણીઓએ ભાજપ વિધાનસભાની ચૂંટણીને લઈને આદિવાસી વિસ્તારના લોકોના મત મેળવવા માટે ઉલ્લુ બનાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.ગ્રેડ પેના મુદ્દે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવે તો કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવશે. લોકોને સરકારી કાયમી નોકરી આપવામાં આવશે. સાથે તમામ લોકોને યોગ્ય વળતર મળે તે રીતે પગાર ધોરણ ચુકવવામાં આવશે. સરકારી કર્મચારીઓ શિક્ષક હોય, પોલીસ હોય, આશા વર્કર હોય કે વન વિભાગના કર્મચારી હોય તમામને તેમની મહેનત અનુસાર પગાર ધોરણ ચુકવવાની કોંગ્રેસ ખાતરી આપે છે.

રઘુ શર્માએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજસ્થાન સરકારે રાજસ્થાના લોકોનું કોઈપણ અકસ્માતમાં મૃત્યુ થાય તો સરકાર તરફથી 5 લાખનું વિમાનું કવચ આપવામાં આવ્યું છે. કોરોનામાં મહામારી દરમ્યાન ભારતમાં માત્ર રાજસ્થાન સરકારે યોગ્ય રીતે મેનેજમેન્ટ કરીને ઓક્સિજન, રેમ્બેસીવીર સહિતની સેવાને વડાપ્રધાને વધાવી લેવી પડી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...