સફળ ડિલિવરી:વલસાડની 108ની ટીમે પ્રસુતાની એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં ડિલિવરી ન થતાં મહિલાને પાછા ઘરે મોકલ્યા હતા
  • ઘરે આવતાં દુ:ખાવો ઉપડતાં 108ની ટીમ પહોંચી હતી

વલસાડની રાજપુરી ગામની મહિલાને 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી. પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108માં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ડિલિવરી ન થતાં મહિલાને પાછા ઘરે મોકલ્યા હતા. જોકે, વધુ દુઃખાવો ઉપડતા 108ની ટીમને જાણ કરતાં પહોંચી હતી. અને હોસ્પિટલ જતા રસ્તામાં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી.

તારીખ 16/4/2022ના રોજ સિદુમ્બર 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી માટે ગામ રાજપુરી જંગલનો કેસ મળ્યો હતો પિગનાબેન ગણેશભાઈ કુવર પ્રસુતિનો દુખાવો છેલ્લા છેલ્લા ત્રણ દિવસથી થતો હતો. તેઓ હોસ્પિટલમાં દાખલ પણ થયા હતા. પરંતુ ત્યાં ડીલેવરી ન થતાં તેઓ રજા લઈને ઘરે નીકળી ગયા હતા. આજરોજ સવારના 10:00થી પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો. ત્યારે તેઓ 108ને કોલ કરતા 108ના સ્ટાફ ઈએમટી નીતા ભોયા અને પાયલોટ પટેલ સુનિલ પટેલ અને 108 કે રીડર છોટુ ચૌધરી તેઓ ઘટના સ્થળે સમય સૂચકતા દાખવી એમ્બ્યુલન્સને દર્દી પાસે પહોંચી ગયા હતા.

દર્દીને એમ્બ્યુલન્સમાં લઇ જરૂરી તપાસ કરતાં ખબર પડી કે સગર્ભા બહેનને તાત્કાલિક ધોરણે ડિલિવરી કરવી પડશે તેવું માલુમ પડતાં ઈએમટી અને કેરલિડરે પાયલોટ ભાઈને એમ્બ્યુલન્સને રસ્તાના સાઈડ પર ઉભી રાખી પ્રસૂતાની નોર્મલ ડિલિવરી કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવી નવજીવન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...