તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડો પાંજરે પુરાયો:વલસાડના ધડોઇમા ત્રણ દિવસથી આતંક મચાવતો દીપડો પકડાયો, સ્થાનિકો અને પશુપાલકોએ રાહત અનુભવી

વલસાડએક મહિનો પહેલા
  • વન વિભાગની ટીમે 2 દિવસથી દીપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું

વલસાડ તાલુકાના ધડોઈ ગામમાં દલા ફળિયામાં છેલ્લા 3 દિવસથી દીપડો મરઘાં પાલકના મરઘને નુકશાન પહોંચાડવા આવતા હતો. વન વિભાગની ટીમે 2 દિવસથી દીપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકો અને પશુપાલકોને ઘણી રાહત જોવા મળી છે.

વલસાડ જિલ્લાની આજુબાજુના વિસ્તરમાં આવેલા જંગલમાં વન્ય પ્રાણી દીપડો વસવાટ કરતો રહ્યો છે. તાજેતરમાં વલસાડના ધડોઈ ગામના દલા ફળિયામાં મરઘાં પાલક ગીરીશભાઈ છીબુભાઈ પટેલના 8 જેટલા મરઘાંનું મારણ 3 દિવસ પહેલા કરી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક આગેવાનો અને વન વિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક વન વિભાગની ટીમે પાંજરૂ ગોઠવ્યું હતું. 2 દિવસથી પાંજરે પૂરતો ન હતો. શનિવારે વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હતો. સ્થાનિક લોકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગની ટીમે દીપડાનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...