જીવલેણ અકસ્માત:વાપીના વૈશાલી ઓવરબ્રિજ પર ટેમ્પો ચાલકે મોપેડને અડફેટે લીધું, યુવતીનું મોત યુવક ઘાયલ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોપેડને ટક્કર લાગ્યા બાદ યુવતી પટકાયા બાદ ટેમ્પોનું ટાયર ફરી વળ્યું
  • વલસાડના વાપીના વૈશાલીબ્રિજ પરથી મોપેડ પર સવાર યુવક-યુવતીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા યુવતીનું મોત નિપજ્યું
  • જ્યારે યુવકને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
  • યુવક બીજી તરફ ફેંકાઈ જતા બચાવ થયો

વલસાડ જિલ્લાના વાપી વૈશાલી ઓવર બ્રિજની ઉપરથી મોપેડ નંબર GJ-21-AN-7529 સવાર થઈ નાનાપોઢાથી વાપી તરફ સ્નેહલ સુરેશભાઈ પટેલ સાથે વિકિતા સુમન ભોયા બ્રિજ પરથી પસાર થતા હતા. આ સમયે એક આઈસર ટેમ્પોની ટક્કર લાગતા વિકિતા નીચે પટકાતા ટેમ્પોનું ટાયર વિકિતા ઉપરથી ફરી વળ્યું હતું. જેને વિકિતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે મોપેડ ચાલક સ્નેહલ બીજી તરફ ફેંકાઈ જતા તેને નાનીમોટી ઈજાઓ થઈ હતી.

ઘટનાની જાણ GIDC પોલીસની ટીમને થતા વાપી GIDC પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે મૃતક યુવતીના પરિવારજનોને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને ગુનો નોંધાવવા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...