તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તન-મન ખૂશ:આજથી મંદિરો, બાગબગીચા અને જીમ ખૂલશે

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વલસાડ પારનેરા - Divya Bhaskar
વલસાડ પારનેરા
  • વલસાડના ભીડભંજન મહાદેવ , પારનેરાના ડુંગર પર માતાજીના અને વાપી અંબામાતા સહિતના મંદિરોમાં માસ્ક સાથે જ દર્શન

11 જૂનથી સરકારની ગાઇડલાઇન મુજબ મંદિરો ખોલવાની છુટ આપવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ ભગવાનના દર્શન માટે હવે મંદિરો ખોલવાની તમામ તૈયારીઓ સંપન્ન કરાઇ હતી. વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર ઉપર આવેલા માતાજી અને હનુમાનજી મંદિર, વલસાડ શહેરના ભીડભંજન મહાદેવ સહિતના નાના મોટા મંદિરોમાં પણ હવે કોવિડ-19ના નિયમો મુજબ દર્શાર્થીઓને મંદિરે આવવાનો માર્ગ મોકળો થયો છે.

કોરોના કાળને લઇ સંક્રમણથી લોકોને સુરક્ષિત રાખવા સરકારે જાહેર સ્થળો પર પ્રતિબંધો લગાવવા સાથે ધાર્મિક સ્થળો પણ બંધ રાખવા આદેશો કર્યા હતા. હવે જ્યારે સંક્રમણ ઘટયું છે અને કોરોનાના કેસોમાં પણ મોટો ઘટાડો થતાં સરકારે 11 જૂનથી શરતોને આધિન ધાર્મિક સ્થળો મંદિરો ખુલ્લા રાખવાની છુટ આપી છે. વલસાડમાં ભીડભંજન મહાદેવ મંદિર સહિત અન્ય મંદિરો પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે અને પારનેરાના ઐતિહાસિક ડુંગરે આવેલા મા ચંદ્રિકા, મા કાળિકા, મા અંબિકા અને હનુમાનજીનું મંદિર શ્રધ્ધાળુઓ માટે માસ્ક, સોશ્ટિલ ડિસ્ટનેન્સિંગ, સેનેટરાઇઝિંગ જેવા કોવિડના નિયમોના ચૂસ્ત પાલન સાથે ખુલ્લા મૂુકાશે.

મંદિરના આયોજકો દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા 11 જૂનથી ધાર્મિક સ્થળો મંદિરો ખોલવા માટે છુટ આપતા પારનેરા ડુંગરના મંદિરો ખોલવાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. શ્રધ્ધાળુઓ માતાજીના દર્શન કરી શકે તે માટે સૂચનાઓનું પાલન કરાવવામાં આવશે.સવારથી સાંજ સુધી માતાજીના દર્શન માટે શ્રધ્ધાળુઓને લાભ મળશે.

અંબામાતા મંદિર વાપી
અંબામાતા મંદિર વાપી
જલારામ મંદિર
જલારામ મંદિર
ધરમપુર
ધરમપુર

આ મંદિરોના ભગવાન-ભક્તોનું મિલન
વાપી જીઆઇડીસીમાં અંબામાતા મંદિર શુક્રવારથી સરકારની ગાઇડલાઇન મુજબ ખોલવામા આવશે. ટ્રસ્ટી કમલેશ પટેલના જણાવ્યા મુજબ, સરકારની ગાઇડલાઇન મુજબ મંદિર શુક્રવારથી રોજ સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી તથા સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. વાપી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલું મહાકાળી માતાનું મંદિર, હાઈવે સ્થિત જલારામ મંદિર સહિત દરેક મંદિરો દર્શન માટે ખુલ્લા મુકાશે.

ધરમપુરના આ પૌરાણિક મંદિરોમાં હવે દર્શન કરાશે
​​​​​​​ધરમપુરના હનુમાન ફળીયામાં આવેલા અનેક ધાર્મિક મહત્વ ધરાવતું પૌરાણિક મહાલક્ષ્મી માતાજીના દ્વાર આજથી ભક્તો માટે ખુલી રહ્યા છે. મંદિરમાં સેવા આપતા પૂજારી પરેશભાઈ અગ્રાવત અને યુવા સાવન પટેલના જણાવ્યા મુજબ મંદિરમાં સવારે અને સાંજે એક સાથે ચારથી પાંચ વ્યક્તિઓને માસ્ક અને સોશિયલ ડિસન્સના પાલન સાથે દર્શનાર્થે પ્રવેશ આપવા નક્કી કરાયું છે. બરુમાળ સ્થિત શ્રી ભાવભાવેશ્વર મહાદેવ મંદિરમાં ચાલતી કામગીરીને લઈ હાલે મંદિરની દ્વાર નહીં ખોલવાનું નક્કી કરાયું છે. કામગીરી પૂર્ણ થતાં મંદિરના દ્વાર ખોલવામાં આવશે.

કલગામના હનુમાન મંદિર ખોલવાનો નિર્ણય રવિવારે
​​​​​​​​​​​​​​ઉમરગામ તાલુકાના કલગામ ખાતે આવેલા સ્વભૂ હનુમાન મંદિર ખોલવા અંગે મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા રવિવારે બેઠક યોજી નિર્ણય લેવામાં આવશે. કારણ પ્રમુખનું થોડા દિવસ પહેલા નિધન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...