નિર્ણય:વલસાડમાં સ્ટેડિયમનું ગ્રાઉન્ડ ભીનાતાં ટીમ સિલેકશન રદ

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાઉન્ડ સૂકાયા બાદ નવી તારીખ જાહેર કરવા બીડીસીએનો નિર્ણય

વલસાડ શહેરમાં બલસાર ડિસ્ટ્રિક્ટ ક્રિકેક એસોસિએશનના સરદાર પટેલ સ્ટેડિયમમાં છેલ્લા 15 દિવસથી નવા ઉભરતાં ક્રિકેટ ખેલાડીઓ માટે ટીમ સિલેક્શનની તૈયારી ચાલી રહી છે.જેમાં અન્ડર-14 અને અન્ડર-16ની વયજૂથના ક્રિકેટર્સની 2 ટીમ તૈયાર કરવા બીડીસીએ દ્વારા કવાયત ચાલૂ કરવામાં આવી છે.જિલ્લાના ધરમપુર,વલસાડ,કપરાડા, પારડી,વાપી,ઉમરગામ સુધીના શાળામાં અભ્યાસ કરતાં નવલોહિયા ઉભરતાં ક્રિકેટ ખેલાડીઓએ પણ આ ટીમમાં સિલેક્ટ થવા પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.

દરમિયાન બીડીએસીએના કર્તાહર્તાઓએ આગામી 23 નવેમ્બરના રોજ અ્ન઼્ડર-16ના ખેલાડીઓની પસંદગી માટે ટીમ સિલેક્શનનું આયોજન કર્યું હતું.જ્યારે અન્ડર-14ના ખેલાડીઓ માટે 25 નવેમ્બરના રોજ સિલેક્શનની જાહેરાત કરી હતી.પરંતું 19 નવેમ્બરના રોજ વલસાડમાં મૂશળધાર વરસાદ પડતાં સ્ટેડિટમના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી પ્રસરી જતાં મેદાન ભીનું થઇ ગયું છે.

જેને સૂકાતા હજી ચાર પાંચ દિવસ લાગી જશે.જેથી અન્ડર-16નું 23 નવેમ્બરના રોજની સિલેક્શન પ્રક્રિયા અટકાવી દેવાઇ છે.પાછળથી નવી તારીખ જાહેર કરાશે.પરંતુ 25 નવેમ્બરના રોજ હાથ ધરાનારી અન્ડર-14ના ક્રિકેટરો માટેની ટીમનું સિલેકશન રાબેતા મુજબ થશે તેવો બીડીસીએ દ્વારા નિર્ણય લેવાયો છે.

અન્ડર-16નું સિલેક્શન રદ કરવામાં આવ્યું
બીડીસીએ દ્વારા 23 નવેમ્બરે આયોજિત અન્ડર-16 ટીમ સિલેક્શન ભારે વરસાદના કારણે મેદાન ભીનું હોવાથી રદ કરવામાં આવ્યું છે.નવી તારીખ હવે પછી જાહેર કરાશે.પણ 25 નવેમ્બરના રોજ યોજાનાર અ્ન્ડર-14 ટીમ સિલેક્શન રાબેતા મુજબ યોજાશે.> જનકભાઇ દેસાઇ,માનદમંત્રી,બીડીસીએ

અન્ય સમાચારો પણ છે...