અનોખી ઉજવણી:વલસાડના સેગવી ગામમાં શિક્ષક દિનની ઉજવણી, શાળાના શિક્ષકોને વાજતે ગાજતે શાળામાં પ્રવેશ અપાયો

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ દ્વારા ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું

વલસાડના સેગવી ગામ ખાતે આવેલી સર્વોદય સ્કૂલમા શિક્ષક દિન નિમિત્તે કંઈક અનોખી રીતેજ ઉજવણી કરવાનું ગ્રામજનોએ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલના 33 શિક્ષકોને સન્માનિત કરી વાજતગાજતે સ્કૂલમા પ્રવેશ કરવામાં આવ્યો હતો. શિક્ષક એટલે વ્યક્તિના જીવનને સારી અને સાચી દિશા પૂરી પડવા માટે ભગવાનનું બીજું રૂપ ગણાય છે. આ માટેજ શિક્ષકોનો આદર કરવામાં આવે છે. શિક્ષકો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે શિક્ષક દિન ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

વલસાડ તાલુકાના સેગવી ગામના સ્થાનિક લોકોએ ટીચર્સ ડે નિમિત્તે અનોખી રીતે સર્વોદય સ્કૂલના શિક્ષકોને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સેગવી ગામની સર્વોદય સ્કૂલમા અભ્યાસ કરાવતા 33 જેટલા શિક્ષકોને શિક્ષક દિનની ઉજવણીના ભાગ રૂપે ફૂલોના હાર પહેરાવી માન - સન્માન સાથે સ્કૂલમાં પ્રવેશ કરવામાં આવ્યા હતા. આ પ્રંસગે સેગવી ગામ ના સરપંચ મુકુનભાઈ પટેલ, મંડળ ના પ્રમુખ બાબુભાઈ સી. પટેલ, ઉપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત મંડળ ના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...