તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વલસાડના શિક્ષકે વિદ્યાર્થિની સાથે અંગત ફોટા લગ્ન પૂર્વે મિત્રને મોકલતા ભાંડો ફુટ્યો

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મયુર રાણાને મંડપમાંથી ઉચકી જવાયોહતો. - Divya Bhaskar
મયુર રાણાને મંડપમાંથી ઉચકી જવાયોહતો.
 • સગાઓએ વલસાડ આવી ઠમઠોર્યો હતો, ગણદેવી કોર્ટમાં રજૂ કરતા 1 દિ’ના રિમાન્ડ

બીલીમોરાની એક શાળામાં ફરજ બજાવતા વલસાડના ગંજખાના નવકાર એપાર્ટમેન્ટમાં રહેતા 27 વર્ષીય શિક્ષક મયુર રાણાએ 2017-18માં શાળાની ઘો.11 એક સગીર વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી ભોગવી તરછોડી દીધી હતી.ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ તેના લગ્ન હતા.દરમિયાન શિક્ષકના આ વિદ્યાર્થિની સાથેની અંગત પળોના ફોટો તેના મિત્રએ કોઇને મોકલ્યા બાદ તે ફોટા વાયરલ થઇ જતાં વિદ્યાર્થિનીના પરિવારજનો સુધી પહોંચી ગયા હતા શિક્ષકના વલસાડ નિવાસ સ્થાને લગ્નના એક દિવસ પહેલાં જ તેનું ભોપાળું બહાર આવી ગયું હતું.

આ પ્રકરણ બહાર આવતા ગત શનિવારે વિદ્યાર્થિનીના સગાવાળાઓએ વલસાડ આવી તેને ઢીબી નાંખી લગ્નના માંડવેથી ઉંચકી જઇ બીલીમોરા પોલિસના હવાલે કરી દેવાની ચકચારી ઘટના સામે આવી હતી. આ શિક્ષકે વિદ્યાર્થિનીને 2 વર્ષથી ભોગવીને છેવટે લગ્ન કરવાની ના પાડી દીધીહતી.ત્યારબાદ બીજી યુવતી સાથે લગ્ન ગોઠવી નાંખ્યા હતા અને 7 ફેબ્રુઆરી 2021ના રોજ તેના લગ્ન લેવાનાર હતા.બીલીમોરા પોલિસ મથકે ભોગ બનનાર યુવતીએ મયુર રાણા ‌વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલિસે દૂષ્કર્મ,પોક્સો અને લગ્નની લાલચ આપી યૌન શોષણ કરવા અંગેનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.જેને સોમવારે ગણદેવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

લગ્ન પહેલા મિત્રએ ફોટો માગ્યા હતા
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રવિવારે મયુર રાણાના લગ્ન થાય તે પહેલાં જ તેનો ભાંડો ફૂટી જતાં લગ્નમાં ઘોડે ચઢવાના બદલે પોલિસ લોકઅપમાં મૂકાઇ ગયો હતો.જેમાં વિદ્યાર્થિની સાથે તેણે પાડેલા અંગત સંબંધોના ફોટા મયૂરના એક મિત્રએ માગ્યા હતા,જેને મયૂરે મોકલતાં ત્યાંથી તે ફોટો વાયરલ થઇ ભોગ બનનાર વિદ્યાર્થિનીના સગા સુધી પહોંચી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો