• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Tantra Appeals To The People To Strictly Follow The Guidelines Of The Government To Prevent The Transmission Of Corona In Valsad

કોરોના સામે સતર્કતા:વલસાડમાં કોરોના સંક્રમણ અટકાવવા સરકારની માર્ગદર્શિકાનું ચુસ્‍તપણે પાલન કરવા તંત્રની જનતાને અપીલ

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્‍ય તાવ, શરદી-ખાંસીના લક્ષણ ધરાવતી વ્‍યક્‍તિઓને ટેસ્‍ટ કરાવવા વિનંતી કરાઈ
  • કોરોનાથી ડરો નહીં, રસી લો, સાવચેતી રાખો : મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી

હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર તથા કોરોનાનાં નવા વેરીયન્‍ટ ઓમિકોનનાં કેસો સાથે કોરોના વાઇરસ ફેલાવાની ઝડપ વધી છે. જેનાથી બચવા માટેના પ્રયત્‍નો અને અટકાયતી પગલાં માટેની કામગીરી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્‍ય વિભાગ, વલસાડ દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. કોરોનાનું વધતું સંક્રમણ રોકવા માટે માસ્‍ક યોગ્‍ય રીતે પહેરવા, સામાજીક અંતર જાળવવા તેમજ મોટી સંખ્‍યામાં અવર-જવર કરતા હોય કે માનવ મેદની ભેગી થતી હોય એવા સ્‍થળોએ ન જવા ઉપરાંત સરકારની તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્‍તપણે પાલન કરવા વલસાડ જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

વધુમાં આસપાસમાં વિદેશથી આવનાર વ્‍યક્‍તિઓની જાણકારી મળે અથવા તો આસપાસમાં સામાન્‍ય તાવ, શરદી-ખાંસી વગેરે લક્ષણ ધરાવતા વ્‍યક્‍તિ જાણવા મળે અથવા કોવિડ પોઝિટિવના સંપર્કમાં આવ્‍યા હોય, તો તાત્‍કાલિક જિલ્લા કંટ્રોલ રૂમના ફોન નં. 02632-253381 તેમજ 104 નંબર ઉપર જાણકારી આપવા અનુરોધ કરાયો છે.

સામાન્‍ય તાવ, શરદી-ખાંસી વગેરે લક્ષણ ધરાવતી વ્‍યક્‍તિઓના RTPCR કે રેપીડ ટેસ્‍ટિંગ નજીકના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર, સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલ અથવા સિવિલ હોસ્‍પિટલ ઉપર કરાવવા અપીલ કરાઈ છે. ઉપરાંત કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની કોવિડ-19 માગદર્શિકાનો ચુસ્‍તપણે અમલ ના કરીને અત્‍યાર સુધી રાખેલી સતર્કતા અને કોરોના નિયંત્રણ માટે કરેલા પ્રયાસો નકામા બની જશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.

મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું હતું કે, કોરોના હજી આપણી વચ્‍ચે આસપાસમાં જ છે. આપણી નાનકડી બેદરકારી આવનારા દિવસોમાં અનેક લોકોને મુશ્‍કેલીમાં મુકી શકે છે. એટલે જ કોરોનાથી ડરો નહીં, રસી લો, સાવચેતી રાખો એ જ આજના સમયની માંગ છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં વધતા સંક્રમણને અટકાવવા દમણ પ્રશાસન હવે એલર્ટ થઈ ગઈ છે અને નિયમો વધુ કડક બનાવી દીધા છે. દમણમાં આવતા સહેલાણીઓ પાસે પણ વેક્સિન સર્ટી ચકાસવામાં આવી રહ્યા છે. બહાર થી દમણ કે સેલવાસમાં પ્રવેશ કરવો હોય તો વેક્સિનના ડબલ ડોઝ ફરજીયાત હશે તોજ પ્રવેશ મળશે દમણ અને સેલવાસના પ્રવેશ દ્વાર ઉપર પોલીસનું કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સંઘ પ્રદેશ દમણ દ્વારા વધતા કેસો ને લઈ મહત્વ ના નિર્ણય લઈ નિયમોને વધુ કડક બનાવી દીધા છે દમણમાં પેહલા થીજ રાત્રી કરફ્યુ અમલમાં છે અને વધુ એક મોટો નિર્ણય દમણ પ્રશાસન એ લીધો છે. દમણમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ અને ધંધા રોજ ગારને લઈ બહારથી લોકો પ્રવેશ કરતા હોય છે, જેને લઈ દમણમાં કેસોના વધે તે જોતા તે માટે અન્ય રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર ,ગુજરાત માંથી તેમજ અન્ય રાજ્યોમાંથી દમણ માં પ્રવેશ કરતી વેળા વેક્સિન ના ડબલ ડોઝ લીધા હોય તેવા જ લોકો ને પ્રવેશ આપવામાં આવે છે અને જેમણી પાસે ડબલ ડોઝ ના વેક્સિન સર્ટી ના હોય તેવા લોકો પ્રવેશ પર પ્રતિબિંધ મુક્યો છે આજથી દમણ ની તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વેકસીન ડોઝ ને લઈ સઘન ચેકીંગ હાથ ધરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...