અકસ્માત:ઉતરાખંડથી મુંબઈ જતા ટેમ્પાને વલસાડ પાસે બસ ચાલકે કટ મારતા અકસ્માત નડ્યો, ચાલક અને ક્લીનરનો બચાવ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ સુગર ફેક્ટરી પાસે બસ ચાલકે કટ મારતા ટેમ્પો પલ્ટી ગયો

ઉતરાખંડથી ટેમ્પામાં પાસ્તા ભરી મુંબઈ ડિલિવરી કરવા જતા ટેમ્પાને વલસાડ સુગર ફેક્ટરી પાસે બસ ચાલકે કટ મારતા ટેમ્પો પલ્ટી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ઉત્તરાખંડથી પાસ્તા ભરી મુંબઈ જઈ રહેલ ટેમ્પો (નંબર mh-48-bm-3828)ને અજાણ્યા બસ ચાલકે કટ મારતા ટેમ્પા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતુ અને બ્રીજ ઉપર આવેલા ડિવાઈડર સાથે ટેમ્પો અથડાતા પલ્ટી મારી ગયો હતો.

અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનર નો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ ભારે માલ નુક્શાનની થઈ હતી. ઘટનાની જાણ વલસાડ રૂલર પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ સ્ટાફને થતા તાત્કાલિક ઘટનાસ્થળે આવી પોંહચી ઓવરબ્રિજ બંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...